તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th December 2025
દાદરા નગર હવેલીમાં આગનું તાંડવ: દાદરાના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભીષણ આગ લાગતા અફરાતફરી: મોટું નુકશાન

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના દાદરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમમાં આજે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા અને ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, દાદરાના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી એક કંપનીમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીનો મોટો ભાગ લપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ દાદરા અને સેલવાસ ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
સદનસીબે, આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ કંપનીમાં રહેલો લાખો રૂપિયાનો કાચો માલ અને મશીનરી બળીને ખાખ થઈ ગયા હોવાનો અંદાજ છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ ફોરેન્સિક તપાસ બાદ જ સાચું કારણ જાણી શકાશે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આસપાસના વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
