<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

અકસ્‍માતમાં ગંભીર ઇજા કે સગર્ભાને પ્રસૂતિ સમયે લોહી વિનામૂલ્‍યે અપાશે

આરોગ્‍ય વિભાગના નિર્ણયો બ્‍લડ બેન્‍કોમાં પુરવઠો સતત જાળવો : રક્‍તદાન કેમ્‍પના કુલ કલેકશનના ૧૦ ટકા સરકારી કે કોર્પોરેશનની હોસ્‍પિટલ-બ્‍લડ સેન્‍ટરને આપવા પડશે

અમદાવાદ તા.૯: રાજ્‍યમાં આવેલા બ્‍લડ સેન્‍ટરો અને બ્‍લડ સ્‍ટોરેજ યુનિટમાં લોહીની સતત ઉપલબ્‍ધતા વધુ સાતત્‍યપૂર્ણ બનાવવા અને જરૂરિયાતમંદને તત્‍કાળ પુરવઠો મળી રહે માટે આરોગ્‍ય વિભાગ દ્વારા અનેક નિર્ણયો લેવાયા છે, જેમાં હવે માર્ગ અકસ્‍માતથી થતી ગંભીર ઈજાના કિસ્‍સામાં કે સગર્ભા બહેનોને પ્રસૂતિ સમયે લોહી વહી જવાની સ્‍થિતિમાં પણ બ્‍લડ કે બ્‍લાઈ કોમ્‍પોનન્‍ટ વિનામૂલ્‍યે આપવામાં આવશે. કોઈપણ અવે ખાનગી બ્‍લડ સેન્‍ટર દ્વારા રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરાય અને તે માટે સરકાર કે કાઉન્‍સિલની સહાય લેવાય તેવા કિસ્‍સામાં કુલ લોહીના જથ્‍થાના ૧૦ ટકા ફરજીયાત સરકારી બ્‍લડ બેન્‍કોને આપવાનું રહેશે. લોહીની ઉપલબ્‍ધતા વધુ સાર્વત્રિક બનાવવા માટે આરોગ્‍ય વિભાગ દ્વારા વિવિધ સૂચના જારી કરાઈ છે. તે મુજબ શહેરી ઉપરાંત છેવાડાના વિસ્‍તારો તેમજ આદિજાતિ વિસ્‍તારમાં પણ જરૂરિયાત મુજબ લોહી અને તેના પટકો સ્‍થાનિક સ્‍તરે ઉપલભ્‍ય બને તેને પણ મહાત્‍વ અપાયું છે. ખાસ કરીને માર્ગ અકસ્‍માતથી થતી ઇજાના કિસ્‍સામાં કે સગર્ભા બહેનોને પ્રસુતિ સમયે લોહી વહી જવાના કિસ્‍સામાં, ઘેલેસેમિયા, સિકલસેલ એનિમિયા, પિમોફેલિયા અને અન્‍ય બ્‍લડ ડિસ્‍કેશિયાના કિસ્‍સામાં જીવન બચાવવા માટે ખાનગી બ્‍લડ બેન્‍કોએ પણ વિનામૂલ્‍યે નિશ્વિત ટકાવારીમાં લોહી આપવા જણાવાયું છે. રક્‍તદાન કેમ્‍પના આયોજનમાં કુલ કલેક્‍શનના ૧૦ ટકા સરજીયાત સરકારી-કોર્પોરેશનની હોસ્‍પિટલ, જીએમઇઆરએસ હસ્‍તક મેડિકલ કોલેજ અથવા નિરીક્‍ટ હોસ્‍પિટલ કે સબ ડિસ્‍ટ્રીક્‍ટ લોસ્‍પિટલ અને સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતેના બ્‍લડ સેન્‍ટર કે સ્‍ટોરેજ યુનિટને વિનામૂલ્‍યે આપવાનું રહેશે.

 ૨૦૨૨માં સરકારે થેલેસેમિયા, સિકલસેલ એનિમિયા, હિમોફેલિયા અને અન્‍ય બ્‍લડ ડિસ્‍કેશિયા ધરાવતા દર્દીઓને વિનામૂલ્‍યે લોહી આપવાનો નિર્ણય કરેલો છે. તેમાં વધારો કરીને માર્ગ અકસ્‍માત અને સગર્ભાઓને જરૂરિયાતના સમયે પણ વિના મૂલ્‍યે આપવાનું રહેશે. જિલ્‍લા આરોગ્‍ય અધિકારીએ તાલુકાને સેન્‍ટર ગણીને સમયાંતરે બ્‍લડ કે કોમ્‍પોનન્‍ટની જરૂરિયાત મુજબ બ્‍લડડોનેશન કેમ્‍પ યોજવાના રહેશે.

(10:32 AM IST)