<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

ગુજરાતમાં ૮૫ વર્ષથી વધુ વયના ૪.૨૧ લાખથી વધુ મતદારો

૭૪ લાખથી વધુ અનકલેક્‍ટેડ ફોર્મના વેરિફિકેશન માટે બેઠકો : ૧૭.૯૪ લાખથી વધુ મૃતક મતદાર યાદીમાં સામેલ હતા

અમદાવાદ તા.૯: ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સધન સુધારણા ઝુંબેશ એટલે કે એસઆઈઆર પ્રક્રિયા ચાલી રહી છે, ગણતરીના તબક્કાની ૯૯.૭૬ ્રુ કામગીરી પૂર્ણ કરાઈ છે. રાજયભરમાં ૫.૦૮ કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી કરવામાં આવી છે. આ દરમિયાન કુલ ૭૪ લાખથી વધુ ગણતરી ફોર્મ્‍સ અનકલેક્‍ટેડ રહ્યાં છે. આ નાગરિકોના અવસાન, કાયમી સ્‍થળાંતર, ગેરહાજર સહિતના વિવિધ કારણોથી પાછા ન મળેલા ફોર્મની ખરાઈ માટે બેઠકો યોજવામાં આવી રહી છે.

ચૂંટણી પંચના કહેવા પ્રમાણે તમામ જિલ્‍લાઓમાં આ પ્રકારની બેઠકોના અંતે જે તે વિધાનસભા મતવિસ્‍તારમાં ભાગ પ્રમાણે જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્‍યા તેમની યાદી જિલ્‍લા ચૂંટણી અધિકારીઓની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી રહી છે તથા આગામી દિવસોમાં મુખ્‍ય નિર્વાચન અધિકારી (CEO) ની વેબસાઈટ પર પણ પ્રકાશિત કરાશે. ૩૩ જિલ્‍લાઓમાં કુલ ૪.૨૧ લાખથી વધુ સિનિયર સિટિઝન (૮૫ વર્ષથી વધુ વયના) ધ્‍યાને આવ્‍યા છે. જેમની ખરાઈ ચાલી રહી છે. સાથોસાથ જે મતદારોના નામ બે કે તેથી વધુ જગ્‍યાઓ પર હોય તેમની વિગતો અદ્યતન સોફટવેરની મદદથી મેળવવામાં આવી છે, જેમાં ૧૧.૫૮ લાખથી વધુ DSE (ડેમોગ્રાફિકલી સિમિલર એન્‍ટ્રી) ધ્‍યાને આવી છે. જેની ચકાસણી BLO તથા ERO સ્‍તરે ચાલી રહી છે. આ ઉપરાંત ૧૭.૯૪ લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જયારે ૧૦,૨૦ લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્‍યા. સાથોસાથ ૪૦ લાખથી વધુ મતદારો કાયમી સ્‍થળાંતરિત થઈ ચૂક્‍યા હોવાનું ધ્‍યાને આવ્‍યું છે.

 

(10:33 AM IST)