News of Tuesday, 9th December 2025
રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર વધી શકે:22મી બાદ ગાત્રો થીંજવતી ઠંડી અને માવઠાની પણ આગાહી
કડકડતી ઠંડી સાથે ડિસેમ્બરના અંતમાં માવઠાની પણ શક્યતા: વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક વિસ્તારોમાં ઠંડી અને માવઠાની શક્યતા

ગુજરાતના ભાગોમાં લોકોને કડકડતી ઠંડી સહન કરવી પડશે. તો બીજી તરફ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીંજવતી ઠંડી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. ઉત્તર ભારતમાં રેકોર્ડબ્રેક ઠંડી પડશે. લા નીનોની અસરને લીધે જાન્યુઆરી સુધી ઠંડી અનુભવાશે. તેમજ ઉત્તરાયણમાં પણ ભારે પવન સાથે ઠંડી પડશે. આ ઉપરાંત કડકડતી ઠંડી સાથે ડિસેમ્બરના અંતમાં માવઠાની પણ શક્યતા છે. વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક વિસ્તારોમાં ઠંડી અને માવઠાની શક્યતા છે.
ઉત્તર ભારતની બર્ફીલી લહેરનો પ્રભાવ ગુજરાત સુધી પહોંચવા થોડો સમય લાગી શકે છે. અત્યારે ડિસેમ્બર મહિનામાં પણ ડબલ સિઝનની અનુભૂતિ થઇ રહી છે. સવારે અને રાતના સમય પર પારો ગગડી રહ્યો છે. પણ વાતાવરણમાં કોઇ ખાસ બદલાવના સંકેત દેખાતા નથી.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
