News of Tuesday, 9th December 2025
વકફ મિલ્કતો અપલોડ કરવાની મુદત વધારાઇઃ હવે પાંચ જુન સુધી નોંધણી

રાજકોટ તા. ૯ :.. વકફ મિલ્કતોની નોંધણી બાબતે ભારત સરકારના લધુમતિના મંત્રાલય દ્વારા તા.૦૬.૦૬.૨૦૨૫ના રોજ ઉમ્મીદ પોર્ટલ - ૨૦૨૫ અમલમાં મુકવામાં આવેલ છે. રાજયમાં નોંધાયેલ વકફ મિલ્કતોની વિગતો આ પોર્ટલ ઉપર ૦૬ (છ) માસની સમયમર્યાદામાં એટલે કે તા ૦૬.૧૨.૨૦૨૫ ંશ્ સુધીમા ઉપલોડ કરી દેવાની રહેતી હતી. જે સમયમર્યાદા પૂર્ણ થતા અપલોડ કરવાની બાકી રહી ગયેલ મિલકતોની પણ નોધણી થઈ શકે તે માટે વકફ ટ્રસ્ટો વતી ગુજરાત રાજ્ય વકફ બોર્ડ, ગાંધીનગર દ્વારા તાત્કાલિક ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલ સમક્ષ અરજી કરવામાં આવેલ હતી. જે ટ્રીબ્યુનલ દ્વારા તા.૦૮-૧૨-૨૦૨૫ના હુકમથી મંજુર કરવામાં આવી છે અને ઉમ્મીદ પોર્ટલ પર બાકી રહેલ વકફ મિલકતો અપલોડ કરવાની સમયમર્યાદા તા.૦૬-૧૨-૨૦૨૫ થી તા.૦૫-૦૬-૨૦૨૬ સુધી વધારી આપવામાં આવેલ છે.
ગુજરાત રાજ્ય વકફ બોર્ડઅધ્યક્ષ ડો.મોહસીન લોખંડવાલા, મુખ્ય કારોબારી અધિકારી એ.એચ.મન્સૂરી, સભ્યશ્રીઓ જીશાન નકવી, આસિફભાઈ સલોત (રાજકોટ), શ્રીમતી સોફિયાબેન જમાલ, મોહમદતૌફીક વ્હોરા, રણજીતસિંહ રાઠોડ, શ્રીમતી શબાનાબેન કુરેશી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા (અમદાવાદ) અને ગુજરાત રાજ્ય વકફ બોર્ડએ ઉક્ત ચુકાદાનું સ્વાગત કરેલ છે.
દરમિયાન આસિફ સલોતની યાદી મુજબ કેન્દ્ર સરકારના નવા વકફ એમેન્ડમેન્ટ એક્ટ મુજબ ૦૬/૦૬/૨૦૨૫ સુધી તમામ વકફ પ્રોપર્ટી ઓનલાઈન અપલોડ કરવી ફરજિયાત છે. પરંતુ ઉમ્મીદ પોર્ટલમાં સતત ટેકનિકલ સમસ્યાઓ, સર્વર ડાઉન અને સિસ્ટમ ઓવરલોડ થવાને કારણે હજારો ટ્રસ્ટોની પ્રોપર્ટી એન્ટ્રી અપૂર્ણ રહી ગઈ હતી.
આ કઠિન પરિસ્થિતિમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડે અસાધારણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે.
દરેક દિવસ - રાત મહેનત કરીને સમગ્ર પરિથિતિની સતત મોનીટરીંગ કરી ૬-૧ર-ર૦રપ ના રોજ તાકીદની મિટીંગ કરી ઐતિહાસિક નિર્ણય લીધો છે.
હજારો ટ્રસ્ટોની પ્રોપર્ટી એન્ટ્રી બાકી હોવાનું જાણી તાત્કાલીક ટ્રીબ્યુનલમાં પીટીશન દાખલ કરવાની સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી અને તે જ દિવસથી સમય ગુમાવ્યાો વગર પિટીશન નં. ૩૯/ર૦રપ દાખલ કરવામાં આવી છે.
૮-૧-ર૦રપ ટ્રીબ્યુનલમાં વકફ બોર્ડ દ્વારા પુરાવા ડેટા અને ગ્રાઉન્ડ રીયાલીટી સાથે અસરકારક રજૂઆત કરી હતી.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
