News of Tuesday, 9th December 2025
ભાજપના ધારાસભ્ય અને સાંસદની વાત સ્વીકારી સરકાર પગલા લ્યેઃ મનીષ દોશી
ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો વેપલો ખૂલ્લેઆમ : પ્રકાશ વરમોરાએ દબાતા અવાજે વાસ્તવિકતા વર્ણવી

અમદાવાદ તા.૯: ધ્રાંગધ્રા- હળવદના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના નિવેદન મુદે કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ જણાવેલ કે ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો વેપલો ખુલ્લેઆમ ચાલે છે. કોંગ્રેસના સતત આક્ષેપો બાદ ભાજપના ભારાસભ્યએ દબાતા અવાજે વાસ્તવિકતા વર્ણવી, ભાજપનું ચાલ, ચલણ અને ચારિત્ર્ય ભાજપ ધારાસભ્યએ વર્ણવ્યુ છે. ભ્રષ્ટાચારના પાપે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઇ રહ્યા છે.
ભાજપના સાંસદ મનસુખ વસાવા પણ અગાઉ ભ્રષ્ટાચારની વાત કરી ચુકયા છે. ધારાસભ્ય અને સાંસદની વાત સ્વીકારી ભાજપે ગુજરાતીઓને લૂંટના કારોબારમાંથી મુકિત આપવી જોઇએ તેમ મનીષ દોશી, પ્રવકતા ગુજરાત કોંગ્રેસ જણાવે છે
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
