<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

પાસપોર્ટ માટે હવે ડોકયુમેંટ સાથે નહીં લઈ જવા પડે

ડોકયુમેંટ સબમિટ કરવાની પ્રક્રિયા દરમિયાન ચકાસણી માટે ડિજીલોકર દ્વારા જારી કરાયેલા પુરાવા અને અન્‍ય દસ્‍તાવેજો પાસપોર્ટ સેવા પોર્ટલ પર અપલોડ કરી શકાશે

અમદાવાદ, તા.૯: ગુજરાતીઓનો વિદેશ જવાનો ક્રેઝ જાણીતો છે. વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટની જરૂર પડે છે. પાસપોર્ટ બનાવવા માટે એપોઇમેન્‍ટ લીધા બાદ જરૂરી દસ્‍તાવેજો સાથે પીએસકે પર જવું પડે છે, જ્‍યાં તમામ પુરાવાની ચકાસણી થાય છે. જોકે હવેથી પાસપોર્ટ ઓફિસ પુરાવા લઈને જવાની જરૂર નહીં પડે. રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ અમદાવાદના જણાવ્‍યા મુજબ, ડોકયુમેંટ સબમિટ કરવાની પ્રક્રિયા દરમિયાન ચકાસણી માટે ડિજીલોકર દ્વારા જારી કરાયેલા પુરાવા અને અન્‍ય દસ્‍તાવેજો પાસપોર્ટ સેવા પોર્ટલ પર અપલોડ કરી શકાશે. આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્‍સ જેવા ફોટો આઈડી ડોકયુમેંટ ડિજીલોકર દ્વારા વેરિફિકેશન માટે અપલોડ કરી શકશે.

સૂત્રોએ જણાવ્‍યું કે, અરજદારો પોર્ટલ પર ડિજીલોકર દ્વારા જારી કરાયેલા ID અને અન્‍ય દસ્‍તાવેજો અપલોડ કરી શકે છે. તેમને પૂછવામાં આવે ત્‍યારે તેમના ડિજીલોકરની ઍક્‍સેસ આપવી પડશે. જે દસ્‍તાવેજોની સરળ ચકાસણી અને અરજીઓની સરળ પ્રક્રિયા સુનિヘતિ કરશે. અરજદારો તેમની અરજી સબમિટ કરતી વખતે અથવા તેમની નિયત એપોઇન્‍ટમેન્‍ટના દિવસે તેમના ડિજીલોકરની ઍક્‍સેસ આપી શકે છે.

જોકે, ટોકન જારી થયા પછી, ડિજીલોકરની ઍક્‍સેસ આપી શકાશે નહીં. અગાઉ, લોકોને ફિઝિકલ ડોકયુમેંટ પર આધાર રાખવો પડતો હતો. તેમજ સ્‍કેન કરેલી નકલો સબમિટ કરવી પડતી હતી. તાજેતરના સુધારાઓના ભાગરૂપે, વિદેશ મંત્રાલય હવે ઓનલાઈન અરજી સબમિશન દરમિયાન સરનામાના માન્‍ય પુરાવા તરીકે ડિજીલોકર દ્વારા આધાર દસ્‍તાવેજ સ્‍વીકારે છે. જે અરજદારો સરનામાના પુરાવા માટે તેમના દસ્‍તાવેજોમાંના એક તરીકે આધાર સબમિટ કરે છે તેમને પોર્ટલ પર ‘ડિજીલોકર અપલોડ' પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે, તેમ અધિકારીઓએ જણાવ્‍યું હતું.

 

 

(3:39 PM IST)