News of Tuesday, 9th December 2025
રાજ્યમાં ખેતીની જમીન રી સરવે પ્રમોલગેશન બાદની ક્ષતિ સુધારણાની કામગીરી માટે માપણીના ફી ધોરણ નક્કી કરાયા
સાદી માપણી ફીના દર મુજબ ટીમે કરેલ રી-સરવે માપણી કામગીરીના ૫૦% લેખે જે ફ્રી થાય તે મુજબનું મહેનતાણું લાયસન્સી સરવેયરને ચુકવણું કરાશે

ગાંધીનગર : રાજ્યમાં ખેતીની જમીન રીસરવે માટે ડિઝીટલ ઈન્ડિયા લેન્ડ રેકર્ડ્ઝ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ ખેતીની જમીનની માપણી કરી પ્રમોલગેશન કરવાની કામગીરી કુલ ૩૩ જિલ્લામાં હાથ ધરવામાં આવેલ છે. રી સરવે પ્રમોલગેશન બાદની ક્ષતિ સુધારણાની કામગીરી માટે મહેસૂલ વિભાગના વંચાણે લીધા (૧) ના પરીપત્ર મુજબ અરજી અન્વયે ધારાધોરણ મુજબ લાગુ પડતી કોઈ પણ જાતની ફી વસુલવામાં આવતી નથી.
રી સરવે પ્રમોલગેશન બાદની ક્ષતિ સુધારણાની કામગીરી ખુબજ અગત્યની તેમજ રી સરવે પ્રમોલગેશનમાં થયેલ ક્ષતિઓના અનુસંધાને લોકો દ્વારા કરેલ ફરીયાદ મુજબ કરવામાં આવતી કામગીરી છે. રી સરવે કામગીરી, રી-સરવે સુધારાની કામગીરી નવીન પ્રકારની અને નવુ જ રેકર્ડ તૈયાર થતું હોય લાયસન્સી સરવેયરને સ્વતંત્ર કામગીરી ન સોંપતા એક લાયસન્સી સરવેયર અને સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક ગુજરાત રાજય, ગાંધીનગરના તાબાની કચેરીઓનાં નિયમિત ભરતી થયેલ એક સરવેયરની ટીમ બનાવી સંયુક્ત રીતે રી-સરવે પ્રમોલગેશન બાદની ક્ષતિ સુધારણાની કામગીરી કરાવવાનુ નક્કી કરેલ છે.
લાયસન્સી સરવેયરો દ્વારા i-mojni પોર્ટલ અંતર્ગત હદ માપણી, પૈકી માપણી, હિસ્સા માપણી અને બિનખેતી દુરસ્તી માપણીની કામગીરી સોંપવામાં આવેલ છે. અને તે માપણી કામગીરી માટે તેઓને મહેસૂલ વિભાગના વંચાણે લીધા: (૨) ના ઠરાવ મુજબ માપણી કેસ માટે
અરજદાર દ્વારા ભરેલ માપણી ફીમાંથી ૧૦% સ્ક્રુટીની ફીની રકમ અથવા સરવે નંબર દીઠ ₹૧૦૦/- બે માંથી જે વધુ હોય તે રકમ કાપી લઈને બાકીની રકમ લાયસન્સી સરવેયરને ચુકવવામાં આવે છે.
સેટલમેન્ટ કમિશનરશ્રીની કચેરીના વંચાણે લીધા: (૩) ના હુકમથી સાદી માપણી માટે નિયત થયેલ ફી નીચે મુજબ છે.
અ.નં.
સાદી માપણી ફીના દરની વિગત ३पिया
৭.એક સરવે નંબર (૧ હેકટર સુધી) 500
२.ત્યાર બાદ પ્રત્યેક એક હેકટર દીઠ 300
ઉક્ત હુકમથી નિયત થયેલ ફી મુજબ હાલમાં સરવે નંબર દીઠ નક્કી કરેલ માપણી ફીમાંથી ૧૦% સ્કુટીની ફીની રકમ અથવા સરવે નંબર દીઠ ₹ ૧૦૦/- બે માંથી જે વધુ હોય તે રકમ કાપી લઈને બાકીની રકમ લાયસન્સી સરવેયરને ચુકવાય છે. રી-સરવે સુધારાની કામગીરી તાબાની કચેરીઓના રેગ્યુલર સરવેયર તથા લાયસન્સી સરવેયરની ટીમ બનાવી સંયુક્ત રીતે કામગીરી કરવાની થતી હોય, સેટલમેન્ટ કમિશનરની કચેરીના વંચાણે લીધા: (૩) ના હુકમના ક્રમ નં.(૧) મુજબ સાદી માપણી ફીના દર મુજબ ટીમે કરેલ રી-સરવે માપણી કામગીરીના ૫૦% લેખે જે ફ્રી થાય તે મુજબનું મહેનતાણું લાયસન્સી સરવેયરને ચુકવણું કરવા બાબતે આથી નીચે મુજબ ઠરાવવામાં આવે છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
