તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th December 2025
વડોદરાના સાવલીના પોઇચા–કનોડા પાસેના મહી નદીના બ્રિજ પરથી ઝંપલાવીને યુવાનનો આપઘાત
સાવલી તાલુકાના નમીસરા ગામના ઉજ્જવલ ઘનશ્યામભાઈ પટેલે અગમ્ય કારણોસર બ્રિજ પરથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું

વડોદરા જિલ્લાના સાવલીના પોઇચા–કનોડા ગામે પસાર થતી મહી નદીના બ્રિજ પરથી 40 વર્ષીય યુવાને ઝંપલાવીને આત્મહત્યા કરી છે
મળતી પ્રાથમિક માહિતી મુજબ સાવલી તાલુકાના નમીસરા ગામના ઉજ્જવલ ઘનશ્યામભાઈ પટેલે અગમ્ય કારણોસર બ્રિજ પરથી પડતું મૂકીને આત્મહત્યા કરી છે આ ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં યુવકની શોધખોળ શરૂ કરવામાં આવતા મૃત હાલતમાં મળી આવ્યો હતો. યુવકે આ પગલું શા માટે ભર્યું તે અંગેનું મોતનું કારણ અકબંધ છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
