<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

મહીસાગર 123 કરોડના નળ-સે-જળ કૌભાંડમાં CIDને વધુ સફળતા: બે કોન્ટ્રાક્ટર અર્જુન પાદરીયા અને લક્ષ્મણ શર્માની ધરપકડ કરાઈ

શિયાળ ગામના સરપંચ-કોન્ટ્રાક્ટરની ધરપકડથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી

મહીસાગર 123 કરોડના નળ-સે-જળ કૌભાંડમાં CIDને વધુ સફળતા મળી છે. બે કોન્ટ્રાક્ટર અર્જુન પાદરીયા અને લક્ષ્મણ શર્માની ધરપકડ કરવામાં આવી છે. પાદરીયાની સામે ₹78,31,712 અને શર્માની સામે ₹52,15,330ની રિકવરી બાકી છે. 22 જૂને વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલાની ફરિયાદ બાદ CIDની કાર્યવાહી તેજ થઈ હતી. હાલ સુધી 12 તત્કાલીન કર્મચારીઓમાંથી 4ની ધરપકડ કરવામાં આવી છે. 10 ઈજારદાર સહિત કુલ 14 કૌભાંડી ઝડપાયા છે . CIDની કાર્યવાહીથી અન્ય સંડોવાયેલા કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આરોપીઓમાં ભાગદોડ શરૂ થવા પામી છે. આગોતરા જામીન માટે 16 અરજીઓ કરવામાં આવી હતી. કોર્ટે તમામ 16 અરજીને નામંજૂર કરી છે. તત્કાલીન સરપંચો અને તલાટીઓની યાદી CIDએ મેળવીને, તપાસ ઝડપી બનાવી છે. શિયાળ ગામના સરપંચ-કોન્ટ્રાક્ટરની ધરપકડથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સરપંચો તેમજ તલાટીઓની પણ આ 123 કરોડના કૌભાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

(7:39 PM IST)