<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

ભરૂચના ઝઘડિયામાં GIDCમાં નાઈટ્રેક્સ કંપનીના પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા એકનું મોત

રસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાઈઝેસ્ટરમાં બ્લાસ્ટ થયો: નજીકમાં કામ કરી રહેલા 2 કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા

ભરુચના ઝઘડિયામાં આવેલી GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટની ઘટનામાં એકનું મોત નિપજ્યું છે. નાઈટ્રેક્સ કંપનીના પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા એકનું મોત થયું છે. રસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાઈઝેસ્ટરમાં બ્લાસ્ટ થયો હતો. પ્રાપ્ત થતી માહિતી અનુસાર નજીકમાં કામ કરી રહેલા 2 કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

 

ઉલ્લેખનીય છે કે GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટમાં થતા ધુમાડાના ગોટે ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાઈઝેસ્ટરમાં બ્લાસ્ટ થયાનું સામે આવતા જ સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

(8:05 PM IST)