<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા નલ સે જલ કૌભાંડમાં મોટી કાર્યવાહી: વધુ પાંચ કોન્ટ્રાક્ટરોની ધરપકડ

ધરપકડ કરાયેલા કોન્ટ્રાક્ટરોમાં અમુલખ પ્રજાપતિ, પ્રતાપસિંહ તુંવર, પાર્થ પટેલ, અર્જુન પાદરીઆ અને લક્ષ્મણ શર્માનો સમાવેશ

ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા ચકચાર મચાવનારા નલ સે જલ કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. CID ક્રાઇમે આ કેસમાં સંડોવાયેલા વધુ પાંચ કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા કોન્ટ્રાક્ટરોમાં અમુલખ પ્રજાપતિ, પ્રતાપસિંહ તુંવર, પાર્થ પટેલ, અર્જુન પાદરીઆ અને લક્ષ્મણ શર્માનો સમાવેશ થાય છે. 

આ કૌભાંડની તપાસમાં હવે એક પછી એક કોન્ટ્રાક્ટરોની સંડોવણી સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ કૌભાંડમાં કેટલાક સરકારી કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. સરકારી કર્મચારીઓની ધરપકડ બાદ હવે CID ક્રાઇમે તપાસનો રેલો કોન્ટ્રાક્ટરો સુધી લંબાવ્યો છે. આ ધરપકડો દર્શાવે છે કે નલ સે જલ યોજનામાં વ્યાપક કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

 



 

(11:09 PM IST)