<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

અમદાવાદ મનપાની મોટી કાર્યવાહી : પ્રોફેશનલ ટેક્સ ન ભરનારા 3.94 લાખ એકમોને AMC ફટકારશે નોટિસ

લાંબા સમયથી પ્રોફેશનલ ટેક્સ ન ભરનારા એકમો સામે સખત કાર્યવાહી:શહેરમાં મોટી સંખ્યામાં મિલકતોનો કોમર્શિયલ ઉપયોગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાંબા સમયથી પ્રોફેશનલ ટેક્સ ન ભરનારા એકમો સામે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. AMCના ધ્યાને આવ્યું છે કે શહેરમાં મોટી સંખ્યામાં મિલકતોનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે. તેમ છતાં આ એકમો દ્વારા પ્રોફેશનલ ટેક્સ ભરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. આ બાકી પ્રોફેશનલ ટેક્સના મામલે AMC દ્વારા કુલ 3 લાખ 94 હજાર એકમોને નોટિસ આપવામાં આવશે.

નોટિસ મળ્યા બાદ પણ જો ટેક્સ ભરવામાં નહીં આવે તો AMC દ્વારા કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાયદેસરના પગલાં લેવામાં આવશે. AMCની આ કાર્યવાહી શહેરના વ્યવસાયિક એકમોમાં ટેક્સ ભરવા પ્રત્યેની જવાબદારી વધારવા અને કોર્પોરેશનની આવકમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહી છે.

(11:31 PM IST)