તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
અમદાવાદના ભાજપના પૂર્વ ધારાસભ્ય દારૂના અડ્ડા બંધ કરાવવા મેદાને ઉતર્યા: પોલીસતંત્રને લખ્યો પત્ર
ગોમતીપુરના પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા દારૂ અને જુગારના અડ્ડા બંધ કરાવવાનો પત્રમાં ઉલ્લેખ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂ પકડાયા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદના પૂર્વ ધારાસભ્ય દારૂના અડ્ડા બંધ કરાવવા મેદાને ઉતર્યા છે. તેમણે આ મામલે પોલીસને પત્ર લખી અડ્ડા બંધ કરાવવા માગ કરી છે.
દારૂ સહિત જુગારના અડ્ડાઓ અંગે કોંગ્રેસના આક્ષેપો વચ્ચે બીજેપીના પૂર્વ MLAએ પોતાના વિસ્તારમાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા પોલીસને પત્ર લખ્યો છે. ગોમતીપુરના પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા દારૂ અને જુગારના અડ્ડા સામે મેદાને ઉતર્યા છે.
ગોમતીપુર વિસ્તારમાં ચાલતા દારૂ, જુગાર અને નશાના અડ્ડાઓ બંધ કરાવવા પત્ર લખ્યો છે. 7 દિવસમાં દારૂ, જુગારના અડ્ડાઓ બંધ કરાવવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગોમતીપુર વિસ્તારમાં પોલીસ રેડ કરે તે પહેલાં જ જાણ કરી દેતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ધારાસભ્યએ પત્રમાં લખ્યુ હતુ કે, ‘મેં અનેક વખત પોલીસને રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. રજૂઆત બાદ થોડા દિવસ અડ્ડાઓ બંધ રહે છે અને ત્યારબાદ અડ્ડાઓ શરૂ થઈ જાય છે. દાણીલીમડામાં કોંગ્રેસના ધારાસભ્ય છે અને એના જ મત વિસ્તારમાં દારૂ, જુગાર અને નશાનો કારોબાર ચાલે છે. જિજ્ઞેશ મેવાણી અહીં કેમ દારૂના અડ્ડાઓ બંધ કરાવવા નથી આવતા, એમના ધારાસભ્ય છે માટે?’
(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
