<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

હવે રાજકોટ સહિત ગુજરાતભરમાં ૧૨ ટકાથી વધુ લોડ વપરાશ ધરાવતા વિસ્‍તારોમાં ફીડર-ટીસી દ્વારા તાત્‍કાલીક સૂધારા કરાશે

વીજ માંગનું એડવાન્‍સ પ્‍લાનિંગ કરતું ઉર્જા સંવર્ધનમ ડીજીટલ પ્‍લેટફોર્મ તૈયાર.. : સબસ્‍ટેશનનું સતત નિરિક્ષણઃ ૨૪૦૦ સબસ્‍ટેશનો તથા હજારો ફીડર્સ મેપ કરાયા

રાજકોટ, તા.૧૦: મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે રાજ્‍યમાં વીજળીના સતત વધી રહેલા વપરાશ અને ભાવિ માંગને પહોંચી વળવા એક ક્રાંતિકારી પહેલ કરી છે. ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ ગુજરાતના પાવર નેટવર્કને વિકસિત ભારત ક્‍ ૨૦૪૭ના વિઝન તરફ લઈ જવા માટે ઊર્જા સંવર્ધનમ નામનું એક અદ્યતન, ડેટા-આધારિત, ડિજિટલ ઇન્‍ટિગ્રેટેડ પ્‍લાનિંગ અને કોઓર્ડિનેશન પ્‍લેટફોર્મ શરૂ કરવામાં આવ્‍યું છે.

ગુજરાતના ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારોમાં વીજ વપરાશમાં થઈ રહેલા સતત વધારાને ધ્‍યાનમાં રાખીને રાજ્‍ય સરકારે વીજળીના પુરવઠાનું અસરકારક વ્‍યવસ્‍થાપન અને નિયંત્રણ જાળવવા માટે આ અદ્યતન ઓનલાઈન મોનિટરિંગ સિસ્‍ટમ ઊર્જા સંવર્ધનમની પહેલ કરવામાં આવી છે. આ પહેલના માધ્‍યમથી વીજ વપરાશના દૈનિક કે સમયબદ્ધ ડેટાનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી લોડ વધ-ઘટના સંજોગોમાં વીજ કંપનીઓને સમયસર પૂર્વાનુમાન મેળવીને જરૂરી પગલાં લેવા માટે એલર્ટ મળે.

ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે સંબંધિત અધિકારીઓને આ નવીન પ્રણાલીનો મહત્તમ ઉપયોગ કરીને વીજળી ઉત્‍પાદન અને વિતરણની પ્રક્રિયાને સુદૃઢ બનાવવા સૂચના આપી છે. ખાસ કરીને, ૧૨ ટકા કે તેથી વધુ લોડ વપરાશ ધરાવતા વિસ્‍તારોમાં ફીડર/ડિસ્‍ટ્રિબ્‍યુશન ટ્રાન્‍સફોર્મર દ્વારા તાત્‍કાલિક સુધારાત્‍મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઊર્જા સંવર્ધનમ્‌ પ્‍લેટફોર્મ કઈ રીતે કાર્ય કરશે?

ડેટા એકત્રીકરણ અને વિશ્‍લેષણઃ ફીલ્‍ડમાંથી ભૌગોલિક માંગનો ડેટા એકત્રિત કરીને તેનું વિશ્‍લેષણ કરવું.

રિયલ-ટાઈમ મોનિટરિંગ સબસ્‍ટેશન અને ફીડરના ગ્રોથ ટ્રેન્‍ડ્‍સનું સતત નિરીક્ષણ કરશે. ગુજરાતમાં લગભગ ૨,૪૦૦ સબસ્‍ટેશનો અને હજારો ૧૧ kV ફીડર્સ મેપ કરવામાં આવ્‍યા છે.

નવા સબસ્‍ટેશન પ્રસ્‍તાવઃ

નવા સબસ્‍ટેશન પ્રસ્‍તાવોને ડિજિટલ સબમિશનથી લઈને મંજૂરી સુધીના સંપૂર્ણ એન્‍ડ-ટુ-એન્‍ડ વર્ક-ફ્‌લોને ટ્રેક કરશે. જેથી મંજૂરી પ્રક્રિયા ઝડપી થશે.

હીટમેપ અને ડેશબોર્ડઃ

મેનેજમેન્‍ટને સંપૂર્ણ દૃશ્‍યતા આપવા માટે રિયલ ટાઈમ ડેશબોર્ડ અને હીટમેપ્‍સ પ્રદાન કરશે.

લોડ ગ્રોથના આધારે પ્રાથમિકતા

આ પ્‍લેટફોર્મ લોડ ગ્રોથના આધારે સબસ્‍ટેશનોનું વર્ગીકરણ કરશે. જેમાં ૧૨ ટકાથી વધુ લોડ વળદ્ધિ ધરાવતા વિસ્‍તારોને ક્રિટિકલ અને ૯ થી ૧૨ ટકા વળદ્ધિવાળાને વેરી હાઈ રિસ્‍ક ગણવામાં આવશે. જેના આધારે ઊર્જા વિભાગ દ્વારા વીજળીના વપરાશમાં ૧૨ ટકા કે તેથી વધુ વપરાશ વાળા વિસ્‍તારોમાં સુધારો કરવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવશે.

સૌપ્રથમ, ૭ ટકાથી વધુ અને ૯ ટકાથી ઓછા લોડ ગ્રોથ ધરાવતા વિસ્‍તારોને ધ્‍યાનમાં લઈને, ૬ થી ૧૨ ટકા સુધીના લોડ ગ્રોથવાળા વિસ્‍તારોને પ્રાધાન્‍ય આપવામાં આવશે.

ત્‍યારબાદ, ૬ થી ૯ ટકા સુધીના લોડ ગ્રોથવાળા વિસ્‍તારોને પ્રાથમિકતા આપીને વીજ વપરાશ સંબંધિત સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. 

(11:51 AM IST)