News of Wednesday, 10th December 2025
ગોકુલધામ વિન્ટર કપ ૨૦૨૫: ઐતિહાસિક ફાઇનલમાં વી.એસ.પેકેજિંગ વડોદરાનો ભવ્ય વિજય

વાંકાનેર, તા.૧૦: ગોકુલધામ નાર દ્વારા આયોજિત ગોકુલધામ વિન્ટર કપ ૨૦૨૫ ઉત્સાહ, ઉમંગ અને ખેલભાવના સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ રોમાંચક ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં વી.એસ. પેંકજીંગ, વડોદરા ટીમે ૬ વિકેટથી વિજય મેળવી ચેમ્પિયનશિપ પોતાના નામે કરી, જ્યારે મારૂતિ ઇલેવન, આણંદ ટીમે ઉત્તમ ઙ્કદર્શન સાથે રનર-અપ સ્થાન મેળવ્યું. આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી કુલ ૫૨ ટીમોએ ભાગ લીધો હતો,
સફળ બનાવવા ચારુસેટ યુનિવર્સિટીએ મુખ્ય સ્પોન્સર તરીકે અને અનંતા રિસોર્ટ કો-સ્પોન્સર તથા જનમંગલ જ્વેલર્સે મેન ઓફ ધ મેચના સ્પોન્સર તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. મોહિત મોંગીયાને મેન ઓફ ધ મેચ, શ્રેષ્ઠ બોલર અને મેન ઓફ ધ સિરીઝ, જ્યારે અક્ષય મોરેને શ્રેષ્ઠ બેટ્સમેન પુરસ્કાર મળ્યો.
કલોઝિંગ સેરેમનીમાં સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, આણંદના કલેક્ટર પ્રવિણભાઈ ચૌધરી, ઋષિ ગુરુશરણમજી, અતુલભાઈ પટેલ, મહેશભાઈ પાટડિયા, સમાજશ્રેષ્ઠીઓ અને સ્વામિનારાયણ યુનિવર્સિટીના સંતો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુવર્ય મોહનસ્વામી તથા સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા પ.પૂ. શુકદેવ પ્રસાદદાસજી સ્વામીએ તમામ ખેલાડીઓને આશીર્વાદ આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી સાથે જ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ગોકુલધામ કપ ( અન્ડર ૧૬ અને અન્ડર ૧૯) ટૂનાર્મેન્ટ ૧૪ ડિસે-૨૫ થી ગુજરાતની સ્કુલ અને સ્પોર્ટસ એકેડમી માટે શરૂ થશે તેની જાહેરાત કરી હતી. ગોકુલધામ સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા યોજાયેલ આ વિન્ટર કપ માત્ર ટુર્નામેન્ટ નહોતી પરંતુ યુવા ઊર્જા, રમતગમતના મૂલ્ય અને સેવાની ભાવનાનો અદભૂત સંગમ હતો.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
