<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

દાહોદના સીંગવડના બારેલા ગામમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં આગ ભભૂકી

સમયસર તમામ પરિવારજનો બહાર નીકળી જતા આબાદ બચાવ: મકાનમાં બાંધેલા ચાર બકરી આગની ઝપેટમાં આવતા મોત થયું

દાહોદમાં પણ ફરી એક વખત આગ લાગવાની ઘટના બની છે. દાહોદના સીંગવડ તાલુકાના બારેલા ગામમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં આગ લાગી છે.

ગત મોડી રાત્રે એક લાઈનમાં આવેલા 5 મકાનમાં એકા એક આગ ભડકી હતી. સમયસર તમામ પરિવારજનો બહાર નીકળી જતા આબાદ બચાવ કર્યો છે. મકાનમાં બાંધેલા ચાર બકરી આગની ઝપેટમાં આવતા મોત થયું છે.

ઉલ્લેખનીય છે કે ગોધરા ફાયર વિભાગે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો છે. ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થયો છે. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

 

(1:11 PM IST)