<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

અમદાવાદ પોલીસની ચાઈનીઝ દોરી વિરુદ્ધ ઝુંબેશ :રૂ.8.46 લાખનો પ્રતિબંધિત જથ્થો જપ્ત

પોલીસ દ્વારા જપ્ત કરાયેલા પ્રતિબંધિત જથ્થામાં કુલ 2145 ચાઈનીઝ દોરીના ટ્રેલર અને 40 ફિરકીઓનો સમાવેશ

અમદાવાદ :આગામી ઉત્તરાયણ-2026ના તહેવારને અનુલક્ષીને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને શહેર પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગને રોકવા માટે એક સઘન ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશના ભાગરૂપે પોલીસે મોટી માત્રામાં જોખમી ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરીને વેપારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. અધિક પોલીસ કમિશ્નર, વિશેષ શાખાની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાના ભંગ બદલ નોંધાયેલા ગુનાઓમાં પોલીસે કુલ રૂપિયા 8,46,650 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

પોલીસ દ્વારા જપ્ત કરાયેલા પ્રતિબંધિત જથ્થામાં કુલ 2145 ચાઈનીઝ દોરીના ટ્રેલર અને 40 ફિરકીઓનો સમાવેશ થાય છે. અલગ અલગ પોલીસ સ્ટેશનો પરથી જપ્ત કરાયેલા મુખ્ય જથ્થાની વિગતો નીચે મુજબ છે

રામોલ પોલીસ સ્ટેશન: સૌથી વધુ 2040 ટ્રેલર જપ્ત કરવામાં આવ્યા, જેની કિંમત ₹ 8,16,000 છે. 

  • સરખેજ પોલીસ: ₹ 8,000 ની કિંમતની 40 ફિરકીઓ જપ્ત કરવામાં આવી છે.

અમરાઈવાડી પોલીસ સ્ટેશન: 90 ચાઈનીઝ દોરીના ટ્રેલર જપ્ત કરાયા, જેની કિંમત ₹ 18,900 છે. 

  • શહેરકોટડા પોલીસ: ₹ 3,750 ના 15 ટ્રેલર જપ્ત કરાયા છે.

    આ ઉપરાંત, આ કાર્યવાહીમાં ₹ 1,70,000 ની કિંમતની એક ઓટો રિક્ષા પણ મુદ્દામાલ તરીકે પકડાઈ છે, જેનો ઉપયોગ આ પ્રતિબંધિત જથ્થાના વહન માટે કરવામાં આવતો હતો.

     

    ચાઈનીઝ દોરીના વેચાણ અને સંગ્રહના આ તમામ ગુનાઓ મુખ્યત્વે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 223 તથા ગુજરાત પોલીસ એક્ટ (GP Act) ની કલમ 113, 117, અને 131 હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

(1:42 PM IST)