તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
છેલ્લા ત્રણ વર્ષમાં ૩૪ ક્લાસ વન અને ૯૮ ક્લાસ ટુ સામે ટ્રેપ ગોઠવવામાં આવી છે
ACB વડા પિયુષ પટેલ ટીમની કામગીરી કાબિલેદાદ હોવાનું મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોનું મંતવ્ય : ખોટું કરનારા સતત ભયમાં રહે છે, ફરજિયાત રિટાયરમેન્ટ મુખ્ય મંત્રીના મક્કમ પગલાંનો સહુથી મોટો પુરાવો છેઃ હર્ષભાઈ સંઘવી : ભ્રષ્ટાચાર વિરોધી જાગૃતતા લાવવા છેલ્લા બે માસથી નવી પેઢીમાં જાગૃતતા લાવવા જાગૃતિ સપ્તાહ અંતર્ગત વિવિધ સ્કૂલ, કોલેજોમાં ભ્રષ્ટાચાર વિષયો કેન્દ્રમાં રાખી નિબંધ સ્પર્ધાઓ સહિત કામગીરી કરવામાં આવે છેઃ ACB વડા પિયુષ પટેલ

રાજકોટ, તા. ૧૦: આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અઘ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં એસીબી વડા પિયુષ પટેલના નેતળત્વમાં તેમની આખી ટીમ દ્વારા ગુજરાત કોઈ જાતના નાના મોટા સ્ટાફ અધિકારીઓ વિરુદ્ધ થતી કામગીરીને મુખ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા બિરદાવી અને તમામની પીઠ થબડવામા આવેલ.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આંકડાકીય માહિતી આપી આ બાબત ઉજાગર કરેલ.
પાછલા ત્રણ વર્ષમાં, ૩૪ ક્લાસ-વન અને ૯૮ ક્લાસ-ટુ અધિકારીઓ સામે ટ્રેપ ગોઠવીને કરપ્શનના કેસ દાખલ કર્યા છે. ચાલુ વર્ષે ૧૯૪ કેસ દાખલ કરવામાં આવ્યા છે અને ૨૭૭આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીના મળદુ અને મક્કમ સ્વભાવનો ઉલ્લેખ કરીને રાજ્યમાં ચાલેલા ઓપરેશન ગંગાજળને ટાંકીને હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ આક્રમકતા અને ઝીરો ટોલરન્સની નીતિથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખૂબ મક્કમતાથી પગલાં લઈ રહ્યા છે. ફરજિયાત રિટાયરમેન્ટના ઐતિહાસિક આંકડા તેના સાક્ષી છે.
મુખ્યમંત્રીએ એ.સી.બી.એ ભ્રષ્ટાચારીઓને નશ્યત કરવાની જે સારી કામગીરી કરી છે તેને બિરદાવતા કહ્યું કે, એ.સી.બી.ની એવી કડક અને સતર્ક છાપ ઊભી કરીએ કે ખોટું કરનારાને સતત ભય રહે કે ખોટું થાય જ નહીં. આના પરિણામે ભ્રષ્ટાચાર અટકશે અને ગુજરાતની વિકાસયાત્રાને નવી ગતિ મળશે.
આ પ્રસંગે મુખ્ય સચિવ એમ.કે.દાસે જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વમાં ‘એન્ટી કરપ્શન ડે'ની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભ્રષ્ટાચાર એ માત્ર ભારતનો પ્રશ્ન નથી પરંતુ તે આતંરરાષ્ટ્રીય પ્રશ્ન છે. ભ્રષ્ટાચાર એ દેશના વિકાસમાં ખૂબ મોટો અવરોધ બને છે, જેના કારણે ગરીબ નાગરિકોને ખૂબ મુશ્કેલી પડે છે.
મુખ્ય સચિવએ વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતળત્વમાં રાજ્ય સરકાર અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે. યુનિટી વિજિલન્સ કરતાં પ્રિવેન્ટીવ વિજિલન્સ વધારે મહત્વપૂર્ણ છે, તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચવ્યું હતું, જે સંદર્ભે ગુજરાત સરકારે ખૂબ પગલા લીધા છે. જેમાં સરળ નિયમો, મોટા પ્રમાણમાં રીફોમ્સ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, રેવન્યુના કાયદાઓમાં ફેરફારનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા એ.સી.બીના નિયામક પિયુષ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનામાં રાજ્યના લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા ‘સતર્કતા જાગળતિ સપ્તાહ' અંતર્ગત ગુજરાતની જુદી જુદી શાળાઓમાં ભ્રષ્ટાચાર-દેશના વિકાસને અવરોધક પરિબળ, જાગળત નાગરિક -વિકસિત દેશ જેવા વિષયો પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
