News of Wednesday, 10th December 2025
દીવાન બલ્લુભાઇ કપ સ્કુલ ટુર્નામેન્ટ હીરામણિ સ્કુલ સેમિ ફાઇનલમાં

રાજકોટ : રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે યોજાયેલી દીવાન બલ્લુભાઈ અન્ડર-૧૯ (મલ્ટી-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાં એશિયા હાઈસ્કૂલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી. હીરામણિ સ્કૂલે પ્રથમ ૬૭ ઓવરમાં ૩ વિકેટે ૩૯૪ રન કર્યા હતાં. જેમાં હર્ષરાજ રાઠોડે ૧૨૩ બોલમાં ૧૭૦ રન, ક્રિષ્ના પટેલે ૧૧૪ બોલમાં ૧૦૦ રન નોટઆઉટ અને કથન પટેલે ૭૨ બોલમાં ૬૫ રન નોટઆઉટ કર્યા હતાં. એશિયા સ્કૂલે ૧૫.૫ ઓવરમાં ૧૦ વિકેટે ૩૫ રન કર્યા હતાં. જેમાં સ્મિત દેસાઈએ ૬ ઓવરમાં ૧૦ રન આપીને ૫ વિકેટ (૪ બોલમાં ૪ વિકેટ સાથે હેટ્રિક લીધી), યક્ષ પટેલે ૧.૫ ઓવરમાં ૧ રન આપીને ૨ વિકેટ અને શિવમ પટેલે ૫ ઓવરમાં ૮ રન આપીને ૨ વિકેટ લીધી હતી. હીરામણિ સ્કૂલે બીજા દાવમાં ૪૨ ઓવરમાં ૧ વિકેટે ૨૩૨ રન કર્યા હતાં. જેમાં પરમ પટેલે ૧૨૩ બોલમાં ૧૧૪ રન નોટઆઉટ, ક્રિષ્ના તિવારીએ ૭૧ બોલમાં ૫૩ રન અને જૈનિલ પટેલે ૬૧ બોલમાં ૪૮ રન નોટઆઉટ કર્યા હતાં. આ મેચમાં હીરામણિ સ્કૂલે એશિયા સ્કૂલને ૧ ઈનિંગ્સને આધારે હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ મેચમાં વિજય થવા બદલ સંસ્થાના પ્રમુખ નરહરી અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સંસ્થા સી.ઈ.ઓ. ભગવત અમીને સમગ્ર ટીમને અને ક્રિકેટ કોચ નીલ ભાવસારને અભિનંદન પાઠવ્યા હતાં.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
