News of Wednesday, 10th December 2025
સ્વામિત્વ યોજના અંતર્ગત ૧૪૬૭૦ ગામોમાં ડ્રોન સર્વેઃ ૯૬૮૦ ગામોના પ્રોપર્ટી કાર્ડ તૈયાર
ગુજરાત અંગેના નરહરિ અમીનના પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી

રાજકોટ તા.૧૦: શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) દ્વારા ગુજરાતમાં ‘‘સ્વામિત્વ યોજનાનાં અમલ અને કેટલા ગામોનાં સર્વે થયા, પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ થયા અને ગ્રામિણ વિસ્તારના કેટલા ઘરોને તેનો લાભ મળ્યો'' તે બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યું હતો. તેના અનુસંધાને કેન્દ્રીય પંચાયતી રાજમંત્રી શ્રી રાજીવ રંજન સિંઘ ઉર્ફે લલનસિંહજીએ ગુજરાતનાં બધા જિલ્લાઓની આંકડાકીય માહિતી સાથેનો વિગતવાર જવાબ આપતાં જણાવ્યુ હતું કે, ગુજરાતમાં, ૧૪,૬૭૦ ગામોમાં ડ્રોન સર્વે પૂર્ણ થયો છે, ૯૬૮૦ ગામોમાં લગભગ ૧૫.૭ લાખ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જો કે મંત્રાલય લાભાર્થીઓનો ઘરવાઇઝ ડેટા રાખતું નથી.
સ્વામિત્વ યોજના અંતર્ગત ગુજરાતમાં ૧૫૦૨૫ સૂચિત વસ્તીવાળા ગામોમાંથી ૧૪,૬૭૦ ગામોમાં ડ્રોન સર્વે પૂર્ણ થયો છે. ગુજરાતમાં તૈયાર કરાયેલા SVAMITVA નકશાને વિવિધ રાજ્યના જમીન રેકોર્ડ અને ડિજિટલ પ્લેટફોર્મ સાથે સંકલિત કર્યા છે. જમીનની સત્યતા અને ચકાસણી માટે, ગુજરાતમાં SVAMITVA યોજના અંતર્ગત માલિકની વિગતો મેળવવા માટે રાજ્યના ગ્રામ સુવિધા પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવે છે. રાજ્ય દ્વારા વિકસાવવામાં આવેલા પોર્ટલ પર ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થાય છે અને અંતિમ પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરવામાં આવે છે. યોજના હેઠળ જનરેટ કરાયેલા અંતિમ પ્રોપર્ટી કાર્ડને તેની જાળવણી અને નિયમિત અપડેટ માટે રાજ્યના સિટી સર્વે ઇન્ફર્મેશન સિસ્ટમ સાથે સંકલિત કરવામાં આવે છે.
રાજ્યની જિલ્લાવાર માહિતી આપતાં માનનીય પંચાયતી રાજ્યમંત્રીશ્રી એ જણાવ્યુ કે બધા જિલ્લામાં થઈ ૧૫૦૨૫ ગામોના લક્ષ્યાંક સામે, ૧૪૬૭૦ ગામોમાં ડ્રોન સર્વે પૂરો થયો, ૯૬૮૦ ગામોના પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા અને એ રીતે કુલ ૧૫૭૭૬૪૦ કાર્ડ જનરેટ થયા છે
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
