<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

ગુજરાત વીજ નિયમન પંચના ચેરમેન તરીકે પંકજ જોષી

સરકાર દ્વારા નિવૃત્ત મુખ્‍ય સચિવને નવી જવાબદારી

રાજકોટ, તા. ૧૦:  ગુજરાત સરકારે નિવૃત્ત મુખ્‍ય સચિવ શ્રી પંકજ જોષીને ગુજરાત ઇલેકટ્રીસીટી રેગ્‍યુલેટરી કમિશન (જર્ક) ના ચેરપર્સન તરીકે નિયુકત કર્યા છે. તેઓ ગઇ ૩૧ ઓકટોબરે નિવૃત્ત થયા હતા.

શ્રી પંકજ જોષી મુળ ઉતરાખંડના વતની અને ૧૯૮૯ ની બેચના આઇ.એ.એસ. કેડરના નિવૃત્ત અધિકારી છે. રાજકોટ અને સુરતમાં મુખ્‍ય કમિશનર, સુરત અને જુનાગઢમાં જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂક્‍યા છે. મો. ૯૯૭૮૪ ૦પ૯૬૧ ગાંધીનગર.

(3:30 PM IST)