News of Wednesday, 10th December 2025
ધારાસભ્ય તરીકેનો છેલ્લા ત્રણ વર્ષનો પગાર અંદાજીત ૪૨ લાખ જેટલી રકમ સેવામાં ખર્ચ કરી છે: ધારાસભ્ય હાર્દિક પટેલ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવાના સંકલ્પને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય તરીકે મારો તમામ પગાર દરેક સમાજના સામાજિક, શૈક્ષણિક અને અબોલ જીવના ઉત્થાન અર્થે ખર્ચ રહી રહ્યો છુ : હાર્દિક પટેલ

રાજકોટ તા.૧૦ : ચાર-પાંચ મહિના પહેલા માંડલમાં સ્થિત નાડોદા રાજપૂત સમાજની છાત્રાલયમાં જાહેર કાર્યક્રમ હતો અને તે કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિક પટેલે બે પગાર છાત્રાલયને દાનમાં આપવાની જાહેરાત કરી હતી. આજે ધારાસભ્ય હાર્દિક પટેલે નાડોદા રાજપૂત સમાજના આગેવાનોની હાજરીમાં નાડોદા રાજપૂત સમાજની છાત્રાલયના પ્રમુખ-મંત્રીને ૨,૫૧,૦૦૦ રૂપિયા સુપ્રત કરવામાં આવ્યા હતા. હાર્દિક પટેલે કહ્યું કે શ્રી નરોડા રાજપૂત સમાજની છાત્રાલયમાં ઓબીસી વર્ગથી આવતા સમાજના બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવાના સંકલ્પને ધ્યાનમાં રાખીને હું ધારાસભ્ય તરીકે આવતો મારો તમામ પગાર દરેક સમાજના સામાજિક, શૈક્ષણિક અને અબોલ જીવના ઉત્થાન અર્થે ખર્ચ રહી રહ્યો છું.
હાર્દિકભાઈએ વધુમાં જણાવ્યું કે ધારાસભ્ય તરીકેનો છેલ્લા ત્રણ વર્ષનો પગાર અંદાજીત ૪૨ લાખ જેટલી રકમ સેવામાં ખર્ચ કરી છે જેમાં સમાજોની છાત્રાલયમાં સોલર પેનલ લગાવવી, સમાજોના સમૂહ લગ્નમાં દાન કર્યા, શ્રેષ્ઠ વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે ફી ભરી આપી અને ખાસ કરીને વિરમગામ વિધાનસભાની અલગ અલગ પાંજરાપોળમાં દાન કર્યા. હાર્દિકભાઈ કહે છે કે આવનાર દિવસોમાં પણ આ સેવાનો રથ અવરિત ચાલતો રહેશે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
