<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

સુરતમાં પ્લાયવુડ બનાવવાના મશીનમાં ફસાઈ જતા કિશોરનું મોત

સચિન હોજીવાલામાં ગુજરાત પ્લાયવુડ કંપનીમાં મણીકાંત રામ કામ કરતો હતો : પ્લાય બનાવવાના મશીનમાં કામ કરતા કરતા કિશોર મશીનમાં જ ભરાઈ ગયો

સુરત શહેરમાં પ્લાયવુડ બનાવવાના મશીનમાં ફસાઈ જતા કિશોરનું મોત થયું છે. સચિન હોજીવાલામાં ગુજરાત પ્લાયવુડ કંપનીમાં મણીકાંત રામ કામ કરી રહ્યો હતો. પ્લાય બનાવવાના મશીનમાં કામ કરતા કરતા કિશોર મશીનમાં જ ભરાઈ ગયો હતો. ઘટનાને લઈને કારીગરો દોડી આવી કિશોરને બહાર કાઢ્યો હતો. બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યા પરિવાર શોકમાં મગ્ન. કંપનીમાં કિશોર જોડે બાદ મજૂરી કરાવવામાં આવતી હતી.

14 વર્ષીય કિશોર ઘરની આર્થિક તંગીના લીધે નોકરી કરતો હતો. 14 વર્ષની ઉંમરે બાળકિશોર મજૂરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો. કંપનીમાં કામ કરતાં અચાનક મશીનમાં આવી જવાથી મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન. સચિન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી .

(2:01 PM IST)