<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

પોલીસના રૂપમાં એને યમરાજના દર્શન થયા હોય તેમ ત્રીજી ગોળી છુટે તે પહેલા તેના છક્કા છુટી ગયેલ

જસદણના દુષ્‍કર્મના આરોપીને અધમ કળત્‍ય કરવા સાથે પોલીસ પર હુમલો થતા તો થયો પણ પછી તો કરગરતા કરગરતા કહ્યું કે, મારી ભૂલ થયેલ છે મને માફ કરો, હું ગુજરાતમાં કદી નહિ આવું : ૬ વર્ષની બાળા સાથે જે કળત્‍ય થયું તેનાથી રાજકોટ રેન્‍જ IG અશોક કુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જર કાળઝાળ બનેલ, પોલીસને આખી જિંદગી યાદ રહે તેવો પદાર્થ પાઠ ભણાવવા ખાસ સૂચના આપી હતી...વાયરલ વીડિયોની ભીતરી કથા આવી છે

રાજકોટ, તા. ૧૧ : રાજકોટ જિલ્લાના જસદણ પંથકના કાનપર ગામે ૬ વર્ષની બાળકી સાથે રાક્ષસી દુષ્‍કર્મ કરનાર હેવાન અંગે જાણ થતા રાજકોટ રેન્‍જ વડા અશોક કુમાર યાદવ કાળઝાળ બનેલ, બીજી તરફ આ ઘટનાએ રાજકોટ જિલ્લા પોલીસ વડાનો ગુસ્‍સો પણ સાતમા આસમાને હતો, હર્ષભાઈ સંઘવી પણ ઉકળી ઉઠ્‍યા હતાં, પોલીસને આ નરાધમને ગુજરાત પોલીસ આવા કળત્‍ય માટે કેવો પદાર્થ પાઠ ભણાવે છે અને આખી.જિંદગી શિયાળો આવે ત્‍યારે તો દશા અને દિશા બંને બગડી જાય તે પ્રકારના સાંકેતિક આદેશ આપ્‍યા હતા.                                   

પોલીસ તો આ નરાધમને બરાબર આગવી ઢબે સરભરા કરવા માગતી હતી, તેમાં ઉપરથી લીલી ઝંડી મળતા જ નરાધમની કાઠિયાવાડી ઢબે સરભરા કરેલ.

દરમિયાન પોલીસ આરોપીને સાથે રાખી ઘટના સ્‍થળ પંચનામા માટે ગયેલ તેની ઓરડી નજીક લય ગયેલ ત્‍યારે અચાનક ત્‍યાં નજીક પડેલ ધારિયું ઉઠાવી કોન્‍સ્‍ટેબલ ધર્મેશભાઈ બાવળિયા પર હુમલો કર્યો, અને તેની પક્કડ ઢીલી થતા અંધારાનો લાભ લેતા નાશી છૂટયો, બનાવની ગંભીરતા પારખી સાથેના પોલીસ અધિકારી દ્વારા સ્‍વ બચાવમાં તેના પગમાં બે ગોળી ધરબી દીધેલ. પ્રથમ ખાનગી અને પછી હાલત બગડતા સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવેલ.

 

(2:25 PM IST)