News of Thursday, 11th December 2025
નવા ફોજદારી કાયદા હેઠળ ૭ વર્ષ કે તેથી વધુ સજાના ગુના હેઠળ ગુનાવાળી જગ્યાની ફરજિયાત ફોરેન્સિંક ટીમ દ્વારા મુલાકાત બાબતે રાજ્ય સભામા રામભાઈ મોકરીયાએ પ્રશ્ન પૂછ્યો
આ બેવડા અભિગમ તપાસની ગુણવત્તા અને વિશ્વસનીયતામાં નોંધપાત્ર વધારો કરે છે. અને ન્યાયના ન્યાયી વહીવટમાં ફાળો આપે છે : કેન્દ્રીય ગૃહ મંત્રાલય ના રાજ્યકક્ષાના મંત્રી બંદી સંજય કુમાર દ્વારા જવાબ

રાજકોટ તા.૧૨
નવા ફોજદારી કાયદા હેઠળ સાત વર્ષ કે તેથી વધુ સજા ના ગુના હેઠળ ગુના વાળી જગ્યા ની ફરજિયાત ફોરેન્સિંક ટીમ દ્વારા મુલાકાત લેવા બાબતે રાજ્ય સભામાં રાજ્ય સભાના સંસદ સભ્ય રામભાઈ મોકરીયા એ પ્રશ્ન પૂછ્યો હતો
સંસદના શિયાળુ સત્રમાં ગૃહ મંત્રાલયને નવા ફોજદારી કાયદા હેઠળસાત વર્ષ કે તેથી વધુ સજા ના ગુના હેઠળ ગુના વાળી જગ્યા ની ફોરેન્સિંક ટીમ દ્વારા ફરજિયાત મુલાકાત લેવાનું નક્કી કરવામાં આવેલ છે? તેમજ તપાસ અને જપ્તી દરમિયાન વિડીયોગ્રાફી ફરજિયાત કરવામાં આવેલ છે કે કેમ? જો ફરજિયાત કરવામાં આવેલ હોય તો વિગતવાર જણાવવા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા એ વિનંતી કરી હતી. આ પ્રશ્નોના જવાબ કેન્દ્રીય ગૃહ મંત્રાલય ના રાજ્યકક્ષાના મંત્રી બંદી સંજય કુમાર દ્વારા અપાયેલ છે.
કેસ અને તપાસને મજબૂત બનાવવા માટે સાત વર્ષ કે તેથી વધુ સજાપાત્ર ગુનાઓમાં ફોરેન્સિક નિષ્ણાતોને ગુનાના સ્થળોએથી પુરાવા એકત્રિત કરવા મુલાકાત લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમજ વધુમાં ભારતીય નાગરિક સુરક્ષા સહિતા,2023માં પુરાવા સાથે છેડછાડ અટકાવવા માટે ગુનાના સ્થળે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયાનું વિડીયોગ્રાફી ફરજિયાત બનાવવામાં આવી છે. આ બેવડા અભિગમ તપાસની ગુણવત્તા અને વિશ્વસનીયતામાં નોંધપાત્ર વધારો કરે છે. અને ન્યાયના ન્યાયી વહીવટમાં ફાળો આપે છે.તેમ જણાવ્યું હતું.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
