News of Thursday, 11th December 2025
સુરતમાં રોંગ સાઈડ આવતા અને મોટા હોર્ન વગાડતા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી
ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડે જતાં વાહનચાલકોને અટકાવવા કેટલાક પોઇન્ટ ઉપર પોલીસના જવાનો તહેનાત કરાયા

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા, રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો તેમજ ટ્રાફિક સિગ્નલ પર કોઈ કારણ વિના મોટેથી હોન વગાડનારાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે વધુ કડક થી કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા યુનિક સર્કલ પાસે વાહન ચાલકો ટ્રાફિક ના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો
વાહન ચાલકો રોંગ સાઈડ જતા હોય અને ગફલત રીતે હોર્ન વગાડતા હોય તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેરના વાહન ચાલકો ટ્રાફિક ના નિયમોનું પાલન કરે તે દિશાને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાને લઈને ટ્રાફિક ડીસીપીના આદેશ આપવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડે જતાં વાહનચાલકોને અટકાવવા કેટલાક પોઇન્ટ ઉપર પોલીસના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
