News of Thursday, 11th December 2025
ભરૂચમાં લગ્નમાં મહેમાન બની બાઈક ચોરી કરતા દંપતી સહિત 3 લોકોની પોલીસે ધરપકડ કરી
આરોપીઓએ અંકલેશ્વર સહિત સુરતના કોસંબા, પલસાણામાં બાઈક ચોરીના 4 ગુનાઓને અંજામ આપ્યો: પોલીસે ચોરીની 4 બાઈક મળી કુલ રૂપિયા અઢીં લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચમાં લગ્નમાં મહેમાન બની બાઈક ચોરી કરતા દંપતી સહિત 3 લોકોની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ અંકલેશ્વર સહિત સુરતના કોસંબા, પલસાણામાં બાઈક ચોરીના 4 ગુનાઓને અંજામ આપ્યો હતો. પોલીસે ચોરીની 4 બાઈક મળી કુલ રૂપિયા અઢીં લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગેંગની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપી અમન મુલતાની તેની પત્ની આરતી અને ગૌતમ પઠારે સાથે મળી ચોરીને અંજામ આપતા હતા. લગ્ન પ્રસંગમાં મહેમાન બની બેન્ડમાં નાચવા જતા હતા અને તક જોઈને બાઈકની ચોરી કરતા હતા. પકડાયેલા આરોપી પૈકી ગૌતમ પઠારે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જેના પર મહારાષ્ટ્રમાં પણ ગુનો નોંધાયેલો છે.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
