<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

રાજ્યમાં આગામી ૫ દિવસ કાતિલ ઠંડીની આગાહી

કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું:રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં તાપમાન નીચે ગયું છે : અનેક શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો

ગાંધીનગર, તા.૧૧

 ગુજરાતના ઘણા શહેરોમાં તાપમાન નીચે જઈ રહ્યું છે. રાજ્યમાં ફરી એકવાર શિયાળાની ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. વહેલી સવારે અને સાંજે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.  ડિસેમ્બર અંતમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે.

સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં તાપમાન નીચે ગયું છે. ગુજરાતમાં અનેક શહેરોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી ૫ દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ૫ દિવસ રાજ્યના તાપમાનનો કોઈ મોટો ફેરફાર થશે નહીં.

દિવસભર પવન ફુંકાતા નાગરિકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હાલ રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશા તરફના પવન ફુંકાઈ રહ્યા છે. હાલ રાજ્યમાં ૧૫થી ૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં લઘુતમ તાપમાન સામાન્ય રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં નલિયામાં સૌથી નીચું ૧૦ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે વડોદરા, રાજકોટ, અમદાવાદમાં પણ તાપમાન નીચે ગયું છે.

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતભરમાં હવામાન શુષ્ક રહ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચે રહ્યું હતું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચે ગયું હતું.

(10:35 PM IST)