<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની તડામાર તૈયારીઓ : ડ્રોન શો અને પાયરો શો બનશે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદ મનપા દ્વારા 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન યોજાનાર કાંકરિયા કાર્નિવલની તૈયારીઓ શરૂ

અમદાવાદીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેવા સૌથી જાણીતા અને પ્રખ્યાત કાંકરિયા કાર્નિવલની તૈયારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. વર્ષ 2025નો આ કાર્નિવલ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન યોજાશે.

આ કાર્નિવલનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના હસ્તે કરવામાં આવશે. AMCના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાર્નિવલના ઉદ્ઘાટનની સાથે જ મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદ શહેરમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. કરોડો રૂપિયાના આ વિકાસ કાર્યોથી નાગરિકોની સુખ-સુવિધાઓમાં વધારો થશે.

આ વર્ષે કાર્નિવલમાં મુલાકાતીઓની એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. આ વખતે લોકોને આકર્ષવા માટે અનેક નવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ડ્રોન શો , પેટ ફેશન શો, જગલર શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો, દુબઈમાં યોજાય છે તેવો પાયરો શો (Pyro Show),કાર્નિવલ દરમિયાન 3 સ્ટેજ પર એકસાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે, જેનાથી મુલાકાતીઓ વિવિધ કલાકારોના પ્રદર્શનનો એકસાથે આનંદ માણી શકશે.

(10:56 PM IST)