News of Thursday, 11th December 2025
દમણના ડાભેલ ગામમાં તળાવમાં 3 કિશોર ડૂબ્યા: એક કિશોરનું મોત : 2ની શોધખોળ
ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું

દમણના ડાભેલ ગામમાં આવેલા તળાવમાં તળાવમાં ન્હાવા પડેલા 3 કિશોરો ડૂબી ગયા હોવાનો બનાવ બન્યો છે જેમાંથી એક કિશોરનું મોત થઈ ગયું છે. બાકીના બે કિશોરની શોધખોળ ચાલુ છે.
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. દમણ પ્રશાસન દ્વારા પણ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
મળેલી માહિતી મુજબ તળાવમાં 7 કિશોર ન્હાવા પડ્યા હતા જેમાંથી 3 કિશોર ડુબ્યા હતા અને 1નું મોત થયું છે. આ ઘટનાના પગલે ગ્રામજનોમાં ભારે શોકની લાગણી ફરી વળી હતી. ઘટના સ્થળે મોટુ ટોળુ એકત્ર થઇ ગયું હતું.
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
