તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th December 2025
રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું: નલિયા ૮.૮ ડિગ્રી સાથે ઠંડુંગાર, મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું
ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો, જનજીવન પ્રભાવિત. : નલિયામાં સૌથી નીચું ૮.૮ ડિગ્રી તાપમાન નોંધાયું. : અમરેલી, રાજકોટ અને ગાંધીનગરમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો.

રાજકોટ: ગુજરાત રાજ્યમાં શિયાળો હવે તેના અસલ મિજાજમાં જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના તાજા આંકડા મુજબ, રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો નીચે ગગડ્યો છે, જેના કારણે લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો.
સૌથી વધુ અસર કચ્છના નલિયામાં જોવા મળી હતી, જ્યાં તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચીને ૮.૮ ડિગ્રી નોંધાયું હતું. નલિયા રાજ્યનું સૌથી ઠંડું મથક બન્યું હતું. સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં પણ ઠંડીનું જોર યથાવત રહ્યું હતું.
શહેરોનું લઘુત્તમ તાપમાન (ડિગ્રીમાં):
* નલિયા: ૮.૮
* અમરેલી: ૧૦.૪
* રાજકોટ: ૧૨.૦
* પોરબંદર: ૧૨.૩
* ડીસા: ૧૨.૪
* ગાંધીનગર: ૧૨.૬
* અમદાવાદ: ૧૩.૧
* દમણ: ૧૩.૬
* દીવ: ૧૩.૬
* ભુજ: ૧૪.૫
* કંડલા: ૧૪.૫
* ભાવનગર: ૧૫.૦
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર વધવાની શક્યતા છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડા પવનો ફૂંકાવાને કારણે લોકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડી રહ્યો છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
