તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Friday, 12th December 2025
ગુજરાત સહિત દેશભરમાં 25 સ્થળોએ EDનું સર્ચ ઑપરેશન: હજારો કરોડના કોડીન કફ સીરપ ઉત્પાદક પર EDની કાર્યવાહી
અમદાવાદ, રાંચી, લખનૌ, વારાણસી, જૌનપુર અને સહારનપુરમાં પણ સર્ચની કામગીરી: મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ, આલોક સિંહ, અમિત સિંહ અને અન્યોના ત્યાં રેડની કાર્યવાહી

અમદાવાદ : હજારો કરોડના કોડીન કફ સીરપ ઉત્પાદક પર EDની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત સહિત દેશભરમાં 25 સ્થળોએ EDનું સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ, રાંચી, લખનૌ, વારાણસી, જૌનપુર અને સહારનપુરમાં પણ સર્ચની કામગીરી હાથની ધરી છે. મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ, આલોક સિંહ, અમિત સિંહ અને અન્યોના ત્યાં રેડની કાર્યવાહી કરી છે. કોડીન કફ સીરપના ગેરકાયદેસર ઉત્પાદન સાથે સંકળાયેલા આરોપીઓ અને એમના મળતિયાઓને ત્યાં તપાસ હાથ ધરી છે. આરોપીઓ સામે અલગ અલગ 30 FIRના આધારે EDની કાર્યવાહી કરી છે. મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ દુબઈ ભાગી ગયો હોવાની આશંકા છે. શુભમના પિતા અને 32 અન્ય આરોપીની UP પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉત્તરપ્રદેશ સરકારે આ કેસમાં SITનું પણ ગઠન કર્યું છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
