News of Friday, 12th December 2025
એ.ડી.સી. બેંક સ્કૂલ ટુર્નામેન્ટઃ હીરામણિ સ્કૂલનો ફાઈનલમાં પ્રવેશ

રાજકોટઃ રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે યોજાયેલી એ.ડી.સી. બેંક અન્ડર-૧૯ (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાં શ્રી વિદ્યાનગર સ્કૂલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. શ્રી વિદ્યાનગર સ્કૂલે ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૨૨૩ રન કર્યા હતાં. નીલ પુરાનીએ ૧૦ ઓવરમાં ૪૪ રન આપીને ૨ વિકેટ અને ક્રિષ્ના પટેલે ૭ ઓવરમાં ૨૭ રન આપીને ૧ વિકેટ લીધી હતી. હીરામણિ સ્કૂલે ૩૩.૧ ઓવરમાં ૧ વિકેટે ૨૨૬ રન કર્યા હતાં. કિષ્ના તિવારીએ ૧૦૬ બોલમાં ૧૦૬ રન નોટઆઉટ, હર્ષરાજ રાઠોડે ૫૪ બોલમાં ૬૬ રન અને પરમ પટેલે ૪૦ બોલમાં ૨૯ રન નોટઆઉટ કર્યા હતાં. આ મેચમાં વિજય થવા બદલ સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડો.વરુણ અમીન,સંસ્થા સી.ઈ.ઓ. ભગવત અમીને સમગ્ર ટીમને અને કોચ નીલ ભાવસારને અભિનંદન પાઠવ્યા હતાં.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
