<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

૨૫ વર્ષે પાપ પોકાર્યુ : યુવાનીમાં કરેલ ગુન્‍હાની સજાઃબુઢાપામાં ભોગવવી પડશે

કાનૂનના હાથ લાંબા કે નહિ, અનુપસિંહ ગેહલોત ટીમના હાથ લાબા હોવાનું ફરી એક વખત અમારી ટીમે પુરવાર કર્યું છે, પીસીબી પીઆઇ આર. એસ. સુવેરાની અકિલા સાથે વાતચીત : સુરત PCB દ્વારા જન્‍મટીપના અઢી દસકાથી વોન્‍ટેડ આરોપી સુધી સુરત PCB આવી રીતે પહોંચી હતી. એક રસપ્રદ કહાની

રાજકોટ, તા.૧રઃ સાડીઓનુ પ્રિન્‍ટિંગ કામ અર્થાત્‌ તે છાપતા છાપતા મગજમાં વિચાર આવ્‍યો કે, આવી મગજમારી કરવાને બદલે સીધી બનાવટી નોટો જ પ્રિન્‍ટ કરી તેનું વેચાણ કરીએ તો જીવનમાં કોઈ તકલીફ ન રહે તેવું સમજી બનાવટી ચલણી નોટો પ્રિન્‍ટ કરનાર  અને પકડાયા પછી લાંબો સમય વોન્‍ટેડ રહેલ શખ્‍સ પોલીસ  કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા ચાલતા ઓપરેશન અભિયાન અંતર્ગત અમારી ટીમે પકડી લીધો છે તેમ અકિલા સાથેની વાતચીતમાં પોલીસ સુરતના ઉધના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એસ એન. દેસાઈ દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.

રાજ્‍ય સરકાર જે અભિયાનને આખા રાજ્‍યમાં અમલી બનાવવા માગે છે તેવા પોલીસ કમિ‘રના આ અભિયાનને સફળ બનાવવા જોઇન્‍ટ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર, ડીસીપી કાનન દેસાઈ, એસીપી વી એમ.જાડેજા વિગેરે કાર્યરત બની માર્ગદર્શન આપી રહ્યા છે. જે સંદર્ભે પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એસ એન. દેસાઈ, પીઆઇ જે. એન.ઝાંબરે, સર્વેલેન્‍સ સબ ઇન્‍સ્‍પેક્‍ટર એમ. કે. ઈશારાની, તથા હેડ કોન્‍સ્‍ટેબલ ચિરાગભાઈ,  કમલેશભાઈ વિગેરે સ્‍ટાફ વગેરેએ   સચોટ બાતમી આધારે સલમાનને ઝડપી લીધેલ. 

 

(2:23 PM IST)