<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

શ્રી સત્‍ય સાંઈ હાર્ટ હોસ્‍પિટલ, રાજકોટ-અમદાવાદ અને મધ્‍ય પ્રદેશ આરોગ્‍ય વિભાગના સહકારથી ભોપાલમાં નિઃશુલ્‍ક મેગા હાર્ટ કેમ્‍પનું આયોજન ૧૪ ડિસેમ્‍બરે કરવામાં આવ્‍યું છે

ભોપાઇ તા.૧૨: દિલ વિધાઉટ બિલના નામે જાણીતી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, રાજકોટ અને અમદાવાદ છેલ્‍લાં ૨૫ વર્ષ થી સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહ્યું છે. હૃદયની જન્‍મજાત ખામીવાળા જેવા કે ASD, VSD, PDA, હૃદયના વાલ્‍વની ખામીવાળા તથા બાયપાસની (CABG) MVR, AVR, ICR જરૂરિયાતમંદ દર્દીઓ માટે મફત હૃદયરોગ નિદાન કેમ્‍પ નું આયોજન તા ૧૪-૧૨-૨૦૨૫ રવિવાર જય પ્રકાશ ડિસ્‍ટ્રિક્‍ટ હોસ્‍પિટલ, ૧૨૫૦, તુલસીનગર, ભોપાલ (મ.પ્ર.)  ૪૬૨૦૦૩ ના રોજ કરવામાં આવ્‍યું છે.

તારીખઃ ૧૪ ડિસેમ્‍બર ૨૦૨૫, સ્‍થળઃ જય પ્રકાશ ડિસ્‍ટિક્‍ટ, હોસ્‍પિટલ, ૧૨૫૦.તુલસીનગર, ભોપાલ (મ.પ્ર.)-૪૬૨૦૦૩, સમયઃ સવારે ૯.૩૦ થી સાંજે ૬ વાગે

શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલએ મધ્‍ય પ્રદેશ સરકાર સાથેનું MOU ત્રીજી વખત નવિનકરણ કર્યું છે. હોસ્‍પિટલ છેલ્‍લા ૨૫ વર્ષથી અશક્‍ત અને વંચિત વર્ગના દર્દીઓને સંપૂર્ણપણે નિઃશુલ્‍ક હૃદય સારવાર પૂરી પાડી રહી છે. આ કરાર અંતર્ગત ૧૦૦૦ જરૂરિયાતમંદ હૃદયરોગી દર્દીઓને સંપૂર્ણપણે નિઃશુલ્‍ક હૃદય સારવાર પૂરી પાડવામાં આવશે. આ સહયોગ બંને સંસ્‍થાઓના નિઃસ્‍વાર્થ સમર્પણ અને માનવતાના ભાવને પ્રતિબિબિત કરે છે  મધ્‍યપ્રદેશના જરૂરતમંદ નાગરિકો સુધી ઉચ્‍ચ ગુણવત્તાની હૃદય સારવાર પહોંચાડવાનો આ સંકલ્‍પ અનેક પરિવારો માટે જીવનદાયી સાબિત થશે.

હોસ્‍પિટલ હાલમાં દેશના ૧૧ રાજ્‍યો સાથે MOU ધરાવે છે અને અત્‍યાર સુધી હજારો દર્દીઓના હૃદયના ઓપરેશન્‍સ સફળતાપૂર્વક નિઃશુલ્‍ક કરવામાં આવી ચૂક્‍યા છે.

આ કેમ્‍પમાં નિષ્‍ણાત હૃદયરોગ તજજ્ઞો અને સર્જન્‍સ દ્વારા બાળકોથી લઈને પુખ્‍ત વયના દર્દીઓ સુધીનું નિઃશુલ્‍ક હૃદય નિદાન કરવામાં આવશે.

દર્દીઓને હ્રદયરોગના નિષ્‍ણાંત ડોક્‍ટરો તપાસશે અને સારવાર અંગે જરૂરી માર્ગદર્શન આપશે. બાદમાં ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓનું અમદાવાદ અને રાજકોટ ખાતે શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલમાં વિનામૂલ્‍યે ઓપરેશન કરાવમાં આવશે. આ હોસ્‍પિટલ દ્વારા દેશના વિવિધ રાજયો - ઓડિશા, રાજસ્‍થાન, ઝારખંડ, ખાસામ, બિહાર, મધ્‍ય પ્રદેશ, ગુજરાત અને મેહ ગદ્દાખ સાથે કરાર કરવામાં આવ્‍યા છે. જેના ખામારે ત્‍યાંના હૃદયરોગી દર્દીબોને અહીં સંપૂર્ણપણે વિનામૂલ્‍યે સારવાર આપવામાં બાવે છે.

ગુજરાતની બા બે હોસ્‍પિટલોબે બત્‍યાર સુધી ભારતના તમામ રાજ્‍યોમાંથી અને દેશની કુલ વસ્‍તીના ૬૦% થી વધુ ભાગમાંથી આવેલા હજારો દર્દીઓને જીવનદાન આપ્‍યું છે.

(2:53 PM IST)