News of Friday, 12th December 2025
ગેરહાજર, સ્થળાંતરિત, ASD યાદીમાં નામ હોય તેવા મતદારો ફોર્મ નં 6 ભરીને મતદારયાદીમાં નામ સામેલ કરાવી શકશે
ASD યાદીમાં નામ ન હોય તેવા મતદારો વિગતોમાં સુધારા માટે ફોર્મ નં 8 ભરી BLOને આપી શકશે

ગાંધીનગર : મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) ઝુંબેશ અંતર્ગત ગુજરાતના તમામ 182 વિધાનસભા મતવિસ્તારમાં ગણતરીના તબક્કાની 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. આ તબક્કાના છેલ્લા દિવસોમાં વિધાનસભા બેઠક દીઠ દરેક મતદાન મથકના બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા સ્થાનિક આગેવાનો અને માન્ય રાજકીય પક્ષના બૂથ લેવલ એજન્ટ (BLA) સાથે મિટિંગ કરીને તૈયાર કરાયેલી ગેરહાજર/સ્થળાંતરિત/મૃતક મતદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ તથા મુખ્ય નિર્વાચન અધિકારી (CEO)ની વેબસાઈટ પર પણ પ્રદર્શિત કરવામાં આવી છે.
જે પણ મતદારોના નામ તેમના ભાગમાં, આ ASD યાદીમાં સામેલ હોય તેઓ તેમનું નામ હાલ જ્યાં રહેતા હોય તે વિધાનસભામાં દાખલ કરાવવા માટે ફોર્મ નં 6 ભરીને તેમના ભાગના BLOને આપી શકે છે. જે મતદારનું નામ ગેરહાજર/સ્થળાંતરિત મતદારોની યાદીમાં નથી પરંતુ તેઓનું તેમના જૂના સરનામેથી કાયમી સ્થળાંતરિત થયું હોય અથવા મતદારયાદીમાં નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરાવવાનો હોય તેવા મતદારો ફોર્મ નં 8 ભરીને તેમના વિસ્તારના BLOને આપી શકે છે.
“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
