<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

અમદાવાદ મનપાની રોડ કમિટીનો મોટો નિર્ણય :શહેરના 16 બ્રિજ પર હાઈટ બેરીયર લગાવાશે

બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર બ્રેક લગાવવામાં આવશે. AMC એ આ કામ માટે 3.54 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું

અમદાવાદ મનપાની રોડ કમિટીએ મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, શહેરના 16 બ્રિજ પર હાઈટ બેરીયર લગાવવામાં આવશે, જેથી બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર બ્રેક લગાવવામાં આવશે. AMC એ આ કામ માટે 3.54 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે.

કાલુપુર રેલવે ઓવરબ્રિજ, સરદાર પટેલ બ્રિજ અને જૂના ગાંધી બ્રિજ સહિત નહેરુ બ્રિજ, સુભાષ બ્રિજ, પરીક્ષિત બ્રિજ અને ગિરધરનગર બ્રિજ પર હાઈટ બેરીયર લગાવવામાં આવશે. ચીમનભાઈ પટેલ ઓવરબ્રિજ, કેડીલા બ્રિજ અને નાથાલાલ ઝઘડા બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવામાં આવશે. બીજું કે, જે બ્રિજ પર હાઈટ બેરીયર લગાવવાના છે તેમાંથી મોટાભાગના બ્રિજ 30 થી 70 વર્ષ જૂના છે

(7:42 PM IST)