<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

એસજી હાઈવેને સૌથી સુંદર હાઈવે બનાવી ગૃહમંત્રી અમિતભાઈ શાહનું સ્વપ્ન સાકાર કરાશેઃ હર્ષ સંઘવી

ગુજરાતના સૌથી વ્યસ્ત હાઇવે એટલે કે એસ જી હાઇવેને દેશનો સર્વશ્રેષ્ઠ હાઇવે બનાવવાનું લક્ષ્યાંક સરકારે સેવ્યું: રૂપિયા15000 કરોડના ખર્ચે એસજી હાઇવેનું બ્યુટીફિકેશન કરવાનું લક્ષ્યાંક

અમદાવાદ : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, એસ જી હાઈવેને સૌથી સુંદર હાઈવે બનાવીને કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિતભાઈ  શાહનું સ્વપ્ન છે કે, એસજી હાઈવેને સૌથી સુંદર હાઈવે બનાવવો. ગુજરાત સરકાર આ દિશામાં કામ કરી રહી છે. ગુજરાતના સૌથી વ્યસ્ત હાઇવે એટલે કે એસ જી હાઇવેને દેશનો સર્વશ્રેષ્ઠ હાઇવે બનાવવાનું લક્ષ્યાંક સરકારે સેવ્યું છે. રૂપિયા 15000 કરોડના ખર્ચે એસજી હાઇવેનું બ્યુટીફિકેશન કરવાનું લક્ષ્યાંક છે. દેશની સર્વોચ્ચ સંસ્થાઓ દ્વારા હાલ આ પ્રોજેક્ટ પર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહનું સ્વપ્ન છે કે આ હાઇવે સૌથી સુંદર હાઇવે બને. તેથી જ દર અઠવાડિયે હું પણ આ પ્રોજેક્ટ અંગે રીવ્યુ બેઠક કરું છું.  બ્યુટીફિકેશનના કાર્ય દરમિયાન ટ્રાફિક સહિતના પ્રશ્નો ઊભા ના થાય તે માટે પણ વિચારણા હાલ ચાલી રહી છે.

(7:48 PM IST)