<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

વલસાડના ઉમરગામ તાલુકાના તુંબ ગામની ખાનગી કંપનીમાં આગ ભભૂકી

આગ લાગતા 7 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી : ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા

વલસાડના ઉમરગામ તાલુકાના તુંબ ગામની ખાનગી કંપનીમાં આગ ભભૂકી ઉઠી હતી. 7 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. આગ એટવી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. કંપનીમાથી કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢયા હતા. હાલ આગ પર પાણી મારો ચાલુ છે.

 

(7:51 PM IST)