News of Friday, 12th December 2025
દેડિયાપાડા તાલુકાના ઝાડોલી ગામની સીમમાં ઘાસ ચરતા બળદ પર વીજળી પડતા મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ઝાડોલી ગામની સીમમાં ઘાસ ચરતા બળદ પર અચાનક વીજળી પડતા તેનું મોત થયું હતું
મળતી માહિતી મુજબ ગંભીરભાઇ ગીંબાભાઇ વસાવા, (રહે- કોલીવાડા (બોગજ) નિશાળ ફળીયુ તા.દેડીયાપાડા) નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેઓ પોતાની ગાયો તથા બળદો લઈને ઝાડોલી ગામની સીમમાં આવેલ જંગલમાં ચરાવવા ગયા હતા.ત્યારે અચાનક ગાજ વીજ સાથે વરસાદ આવતા આકાશી વીજળી એક ઝાડ ઉપર પડતા વીજળીનો ઝાટક બળદને લાગતા બળદ સ્થળ ઉપર મૃત્યુ પામ્યો હતો, દેડિયાપાડા પોલીસે આ બાબતની નોંધ લઈ આગળની કાર્યવાહી કરી છે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
