<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

૧ માસમાં લાપત્તા મહિલા, ૨૮૭ પુરુષ સહિત કુલ ૯૦૧ શોધી કઢાયા

ગંભીર ગુન્‍હાઓની તપાસ સાથે અનેક પરિવારના આંસુ આ CID વડા ડો કે. એલ એન.રાવ તથા CID વુમન સેલના એડી. ડીજી અજય ચૌધરીના માનવીય અભિગમ આધારે લૂછવાના ભગીરથ કાર્યથી સરકારની છબી પણ ઉજવળ બની રહી છે... : ગુજરાતભરમાં રચાયેલ ટીમોને અનુભવી માર્ગદર્શન મળતા ઉત્‍સાહ વધ્‍યો..પરિવાર સાથે પુનઃ મિલન થતા હર્ષના આંસુ ઉભરાયા...

રાજકોટ, તા.૧૩: ગુજરાતના સીઆઇડી વડા તરીકે ડો.કે. એલ.એન.રાવે ચાર્જ સંભાળતા સાથે જ રાજ્‍યભરમાં વિવિધ તપાસોમાં ભારે ગતિ આવવા સાથે ગંભીર ગુન્‍હાની તપાસ અંગેના પ્રોગ્રેસ રિપોર્ટ અંગે હિસાબો માંગવામાં આવી રહ્યા છે.                                     

બીજી તરફ CID વુમન સેલના પોલીસ મહા નિર્દેશક અજય ચોધરી જેવા માનવીય સંવેદના ધરાવતાં IPS માટે પણ સક્ષમ સિનિયર IPS સાથે જોડી બનતા, અનેક પરિવારોના આંસુ લૂછવા જેવા કાર્યો કરતા ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પણ નોંધ લેવા સાથે મુખ્‍ય મંત્રી કાર્યાલય પણ લોક પ્રશ્‍ને જે રીતે સજાગતા દાખવી અને હાર્ડ અને સ્‍માર્ટ વર્કના સંયોજનથી જે સફળતા મળી જેની લોકોએ પણ દિલથી નોંધ લેતા સરકારની છબી પણ ઉજવવળ બની છે. તો ચાલો લોક હિતના કાર્ય વિષે જાણીએ.

ડૉ. કે. એલ. એન. રાવ, આઈ.પી.એસ., પોલીસ મહાનિદેશક, સી.આઈ.ડી. (ક્રાઈમ અને રેલ્‍વે) તથા શ્રી અજય કુમાર ચૌધરી, આઈ.પી.એસ., અધિક પોલીસ મહાનિદેશક, મહિલા સેલ, સી.આઈ.ડી. (ક્રાઈમ)ના માર્ગદર્શનાધીન, ગુજરાત રાજ્‍યમાં ગુમ થયેલા વ્‍યક્‍તિઓ (મહિલાઓ તથા પુરુષો)ની શોધખોળ માટે અત્‍યંત સંવેદનશીલતા અને ગંભીરતા અપનાવી, તાબાના મીસિંગ સેલ, સી.આઈ.ડી. (ક્રાઈમ) તથા તમામ કમિશનરશ્રીઓ/અધિક્ષકશ્રીઓના અધીનસ્‍થ પોલીસ સ્‍ટેશનોમાં વિશિષ્ટ ટીમોની રચના કરીને, તા. ૦૩/૧૧/૨૦૨૫થી ૧૭/૧૧/૨૦૨૫ તથા ૧૮/૧૧/૨૦૨૫થી ૦૨/૧૨/૨૦૨૫ એમ બે તબક્કામાં કુલ ૩૦ દિવસ સુધી વિશેષ અભિયાન (ઝુબેન્‍શ) અમલમાં મુકવામાં આવ્‍યું હતું.

આ અભિયાનમાં રાજ્‍યના તમામ શહેરો/જિલ્લાઓમાં રચાયેલી ટીમોને સી.આઈ.ડી. (ક્રાઈમ) દ્વારા આવિષ્ટ માર્ગદર્શન તથા દૈનિક સૂચનાઓ પૂરી પાડવામાં આવી હતી. ઉપરુદ્ધિત સમયગાળા દરમિયાન રાજ્‍યમાંથી ૬૧૪ મહિલાઓ તથા ૨૮૭ પુરુષો માત્ર કુલ ૯૦૧ ગુમશુદ્ધ વ્‍યક્‍તિઓની શોધ કરી કાઢવામાં આવી હતી.

અન્‍યતર, રાજ્‍યમાં ગુમ બાળકો/વ્‍યક્‍તિઓની નિયમિત શોધખોળ હેતુ સી.આઈ.ડી. (ક્રાઈમ) દ્વારા સમયોચિત વિશેષ અભિયાનો (ઝુબેન્‍શ) ગોઠવીને બાળકો/વ્‍યક્‍તિઓને શોધી કાઢવામાં આવે છે તથા તેમને તેમના પરિવારો સાથે પુનઃસ્‍થાપિત કરવાની કાર્યપદ્ધતિ અમલમાં લાવવામાં આવે છે.

(10:42 AM IST)