News of Saturday, 13th December 2025
સુરતના માંડવીના કાટકુવા ગામે વૃદ્ધા પર જંગલી શ્વાનોનો હુમલો કર્યો:જંગલ વિસ્તાર નજીક વૃદ્ધાને 5 જેટલા શ્વાનોએ બચકાં ભર્યાં
ખેતરમાં ચારો લેવા જઈ રહી હતી વૃદ્ધા ત્યારે શ્વાનોએ હુમલો કર્યો :અન્ય યુવકે શ્વાનોને ભગાડી વૃદ્ધાને બચાવ્યાં

સુરત જિલ્લામાં ફરી રખડતા શ્વાનના હુમલાની ઘટના સામે આવી છે. માંડવીના કાટકુવા ગામે વૃદ્ધા પર જંગલી શ્વાનોનો હુમલો કર્યો છે. જંગલ વિસ્તાર નજીક વૃદ્ધાને 5 જેટલા શ્વાનોએ બચકાં ભર્યાં હતા. ખેતરમાં ચારો લેવા જઈ રહી હતી વૃદ્ધા ત્યારે ઘટના બની છે. અન્ય યુવકે શ્વાનોને ભગાડી વૃદ્ધાને બચાવ્યાં છે. શરીરમાં ગંભીર ઈજા થતા વૃદ્ધા સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. તેમજ રખડતા શ્વાનોને અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
