News of Saturday, 13th December 2025
ગુજરાતમાં ૧૩.૬૨ લાખ કરોડની ડિપોઝિટ સામે રૂા.૧૨.૩૧ લાખ કરોડનું ધિરાણ
સપ્ટેમ્બરના અંતે સીડી રેશિયો ૯૦.૩૬% માર્ચમાં ૮૬.૯૭%, જૂનમાં ૮૮.૬૫% સીડી રેશિયો હતો રાજ્યમાં વિવિધ બેંકોની ૧૦૮૯૪ શાખાઓ ખાતે સેવા ઉપલબ્ધ

નવી દિલ્હી તા.૧૩: ગુજરાતમાં બેંકિગ ક્ષેત્ર ઉપર નાગરિકોનો ભરોસો વધી રહ્યો છે. શેરબજાર,મ્યુચ્યુઅલ ફંડ,પોસ્ટ અને વીમા ક્ષેત્રની સ્પર્ધા છતાં પણ સામાન્ય નાગરિકો બેંકોમાં તેમની પરસેવાની મૂડીની થાપણો મુકવાનું પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં મળેલી સ્ટેટ લેવલ બેંકર કમિટીની બેઠકમાં રજૂ થયેલા ગુજરાતના બેંકિગ ક્ષેત્રના વિકાસના ચિત્રમાં આ બાબત બહાર આવી છે. સપ્ટેમ્બરના અંતે ગુજરાતની બેંકોમાં રૂા.૧૩૯૨૯૧૮ કરોડ ડિપોઝિટઅનેરૂા. ૧૨૩૧૫૨૮ કરોડનું પિરાણ હતું.આમ ક્રેડિટ - ડિપોઝિટ રેશિયો ૯૦.૩૬ ટકા જોવા મળ્યો છે. જે જૂનના અંતે ૮૮.૯૫ ટકા અને માર્ચના અંતે ૮૬.૯૭ ટકા હતો.
ડિપોઝિટ ૭.૪૫ ટકા વધી છે. જે ગત વર્ષે ૧૨૬૮૪૬૩ કરોડ સામે આ વર્ષે ૧૩૯૨૯૧૮ કરોડ જોવા મળી હતી. માર્ચ માસના અંતે આ પ્રમાણ રૂા.૧૩૨૬૧૩૭ કરોડ હતું.આમ માર્ચની તુલનાએ સપ્ટેમ્બર માસમાં ૨.૭૭ ટકાની વૃધ્ધિ સાથે રૂન્૩૯૭૮૧ કરોડની ડિપોઝિટ વધી હતી.
ગુજરાતમાં કુલ ૧૦૮૯૪ શાખાઓ દ્વારા બેંકિગ સેવાઓ નાગરિકોને આપવામાં આવે છે. જેમાં શહેરી શાખાઓ ૪૭૨૬, અર્ધ શહેરી ૨૪૮૩ અને ગ્રામ્ય ક્ષેત્રે ૩૬૮૫ છે. ગત વર્ષના સપ્ટેમ્બર માસની તુલનાએ ગુજરાતમાં ૨૯૬ અને માર્ચ ૨૦૨૫ની તુલનાએ ૧૫૧ નવી શાખાઓ રાજ્યમાં શરૂ થઈ છે.
ગુજરાતમાં ગત વર્ષના સપ્ટેમ્બર માસની તુલનાએ જ્યારે ધિરાણક્ષેત્રે પણ તંદુરસ્ત વિકાસ જોવા મળ્યો હતો. નાગરિકોએ પિરાણ લેવા માટે બેંકો ઉપર પ્રથમ પસંદગી ઉતારી છે. ગત વર્ષે સપ્ટેમ્બરના અંતે પિરાણની રકમ રૂા.૧૦૮૪૭૮૮ કરોડ હતી. જે આ વર્ષે રૂા.૧૪૯૭૪૦ કરોડ વધીને સપ્ટેમ્બરના અંતે રૂ.૧૨૩૧૫૨૮ કરોડ થઈ હતી. જ્યારે માર્ચના અંતે આ રકમ રૂા.૧૧૫૩૨૯૮ કરોડ હતી. જે સપ્ટેમ્બરમાં રૂા.૭૮૨૩૦ કરોડ વધી હતી.

(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
