<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

ગત વર્ષની તુલનાએ પાંચ લાખ હેકટર વધારે વાવેતર ૩૦ લાખ હેકટરમાં રવિ વાવેતર : ઘઉં, ચણા,જીરૂ મોખરે

ઉત્તરમાં રાઇ, મધ્યમાં મકાઇ, સોૈરાષ્ટ્રમાં ધાણા અને દક્ષિણમાં શેરડીની પણ નોંધપાત્ર વાવણી થઇ

અમદાવાદ : તા.૧૩, ગુજરાતમાં ખરીફ સીઝનમાં છેલ્લે કમોસમી વરસાદનો મોટો ફટકો ખેડૂતોને પડ્યો હતો. જે ભુલીને ધરતીપુત્રોએ પૂરજોશમાં રવિ સીઝનનું વાવેતર શરૂ કરી દીધું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૩૦ લાખ હેકટરથી વધારે વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થય ગયું છે. જેમાં ઘઉં, ચણા અને જીરૂ મોખરે છે. જ્યારે વિસ્તાર મુજબ  ખેડૂતોએ રવિ સીઝનમાં પરંપરાગત પાકોનું વાવેતર પણ કર્યું છે.

ખેતીવાડી વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર અત્યાર સુધી ગુજરાતમાં રવિ સીઝનનું વાવેતર ૩૦,૬૦,૪૭૪ હેકટરમાં થઇ ગયું છે. ગત વર્ષે આ સમય દરમિયાન ૨૫.૩૮ લાખ હેકટરમાં જ વાવેતર થયું હતું. એટલે કે વર્ષની તુલનાએ પાંચ લાખ હેકટરમાં  વાવેતર વધારે થયું છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ અનુસાર ૪૬ લાખ હેકટરમાં રવિ પાક લેવાતો હોય છે.

સરેરાશ વાવેતરની ટકાવારી ૬૬.૪૩ સુધી પહોંચી

મુજબ અત્યાર સુધીના રવિ વાવેતરની ટકાવારી ૬૬.૪૩ સુધી પહોંચી ગઇ છે. ઘઉં, ચણા અને જીરું સિવાય ખેડૂતોએ પોતાના વિસ્તાર મુજબ પરંપરાગત પાકો વાવ્યા છે. ઉત્તર ગુજરાતમાં રાઇ, મધ્ય ગુજરાતમાં મકાઇ, સોૈરાષ્ટ્રમાં ધાણા અને દક્ષિણ ગુજરાતમાં શેરડીનો પાક નોંધપાત્ર વવાયો છે. ખેતીવાડી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આમ તો રવિ સીઝનની વાવણીનો સમય પૂરો થવામાં છે.  કારણ કે દિવાળી આસપાસથી ખેડૂતો રવિ વાવેતર શરૂ કરી દેતા હોય છે. પરિણામે આગામી એકાદ સપ્તાહમાં રવિ વાવેતરનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. 

રવિ સીઝનમાં વવમયેલા

પાક         હેકટર

ઘઉં         ૮,૫૯,૨૦૦

ચણા                ૫,૮૯,૭૭૩

જીરૂ         ૨,૬૦,૯૨૫

રાઇ         ૨,૩૦,૮૯૧

બટાટા               ૧,૪૭,૭૨૧

તમાકુ               ૧,૦૮,૩૨૩

ધાણા                ૭૫,૩૬૧

ડુંગળી               ૪૯,૮૯૩

શેરડી               ૯૮,૨૫૬

શાકભાજી    ૧,૦૯,૯૦૭

 

ખરીફનો ફટકો

રવિમાં સરભર કરવા

ખેડૂતોની મથામણ

ખરીફ સીઝનના અંતે દિવાળી બાદ કમોસમી મેઘતાંડવમાં ખેડૂતોએ મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યાર આ નુકસાની રવિ સીઝનમાં સરભર કરવા ખેડૂતો મથામણ કરી રહ્યા છે.

પરિણામે ગત વર્ષની તુલનાએ અત્યાર સુધીનું વાવેતર વધારે થયું છે. કુલ વાવેતર  પણ ગત વર્ષ કરતા ચોક્કસ વભારે રહેશે.

 

ઝોન મુજબ વાવેતર

 

સોૈરાષ્ટ્ર    ૧૨,૯૪,૧૦૦

ઉત્તર ગુજરાત       ૯,૯૩,૫૦૦

મધ્ય ગુજરાત       ૪,૫૫,૫૦૦

દક્ષિણ ગુજરાત      ૧,૭૮,૫૦૦

કચ્છ           ૧,૩૮,૯૦૦    

(1:12 PM IST)