<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

અમદાવાદના ચાંદખેડામાં આગનો બનાવ: પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળે આગ લાગતા અફરાતફરી મચી, ફાયર વિભાગની ૪ ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ન્યુ સી.જી. રોડ પર સ્થિત પેલેડિયમ બિઝનેસ હબમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. કોમર્શિયલ કોમ્પ્લેક્સના બીજા માળે આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આગની જાણ થતાં જ ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક ૪ ફાયર ફાઈટર ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી હતી.

 

ફાયર વિભાગની ટીમે આગ બૂઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈ વ્યક્તિ ફસાયા હોવાના અહેવાલ નથી. આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ હાલ ચાલુ છે.

(6:07 PM IST)