<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

અમદાવાદમાં એક લગ્નમાં વિચિત્ર ઘટના:લગ્નમંડપમાં કન્યા રાહ જોતી રહી પણ વરરાજા ગેરહાજર :લગ્ન સમારોહ રદ

પાર્ટી પ્લોટ પર વરરાજાને તેના પરિવાર સાથે ન પહોંચતા જોઈ પરિસ્થિતિ વધુ વણસી:કન્યાનો પરિવાર પોલીસ સ્ટેશન ગયો, ત્યારે બંને પરિવારો વચ્ચે ઉગ્ર દલીલ થઈ

અમદાવાદમાં એક લગ્નમાં એક વિચિત્ર ઘટના બની હતી. જેમાં વરરાજા લગ્ન મુહૂર્ત દરમિયાન લગ્ન સ્થળે હાજર રહ્યો ન હતો, જેના કારણે લગ્ન સમારોહ રદ કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કન્યા અને તેનો પરિવાર લગ્ન માટે મુંબઈથી અમદાવાદ આવ્યો હતો, જેના કારણે તેમનો ઘણો ખર્ચ થયો હતો. જ્યારે લગ્ન અચાનક રદ કરવામાં આવ્યા, ત્યારે કન્યાનો પરિવાર ગુસ્સે ભરાયો હતો.

આ ઘટના અમદાવાદના ઇસનપુરની છે જ્યાના રહેવાસી નિકુંજ કુન્નાવતે તેના પરિવાર દ્વારા મુંબઈની છોકરી સાથે લગ્નનું આયોજન કર્યું હતું.અને ત્યાર બાદ તેમને લગ્ન અમદાવાદમા કરવાનું નક્કી કર્યું હતું. છોકરીનો પરિવાર લગ્ન માટે મુંબઈથી અમદાવાદ પણ આવી ગયો હતો. તેમના લગ્ન જસોદા ચોકડી પાસે પાલખી ઉપવન પાર્ટી પ્લોટમાં યોજવામાં આવ્યા હતા. બધા જ લોકો ત્યાં હાજર હતા ના પરંતુ હાજર ન હતો તો તે ફક્ત વરરાજો. પાર્ટી પ્લોટ પર વરરાજાને તેના પરિવાર સાથે ન પહોંચતા જોઈ  પરિસ્થિતિ વધુ વણસી ગઈ  હતી. જ્યારે કન્યાનો પરિવાર પોલીસ સ્ટેશન ગયો, ત્યારે બંને પરિવારો વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. આ દરમિયાન એવું બહાર આવ્યું હતું જે  વરરાજો, નિકુંજ આ લગ્ન કરવા માંગતો ન હતો જેના કારણે તે મુંબઈ ભાગી ગયો હતો.

(6:29 PM IST)