<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

વાવડી માં આવેલ ઓમ ગૌરી રૂમ્સમાં નિયમોનું પાલન નહીં કરતા સંચાલક વિરુદ્ધ SOG એ કાર્યવાહી કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:  નર્મદા જિલ્લા માં કાયદો જાળવવા SOG ટીમ સતત કાર્યરત હોય છે અને સમયાંતરે હોટલ, ગેસ્ટ હાઉસમાંh તપાસ કાયદેસર પગલાં લે છે ત્યારે હાલ માં SOG નર્મદા ની ટીમે રહે.ઓમ ગૌરી રૂમ્સ, વાવડી ના મેનેજર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

    મળતી માહિતી મુજબ નાંદોદ તાલુકાના વાવડી ગામમાં ચાલતી ઓમ ગૌરી રૂમ્સ હોટલમાં SOG એ ચેકીંગ કરતા ત્યાંના મેનેજર દિવ્યરાજસિંહ વિજયસિંહ ચૌહાણ (હાલ રહે.ઓમ ગૌરી રૂમ્સ, વાવડી તા.નાંદોદ જી.નર્મદા મુળ રહે.છત્રાલ તા.ડભોઇ જી.વડોદરા) નાઓ એ રીસેપ્શન કાઉન્ટર ઉપર કનેક્ટીવીટીવાળા કોમ્પ્યુટરમાં નર્મદા જીલ્લા પોલીસ તરફથી વેબ ડિઝાઈન કરેલ પથિક સોફ્ટવેર ઈસ્ટોલ નહિ કરી, પથિક સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન નહિ કરાવી, મુસાફરોને રૂમ ભાડે આપી, રોકાયેલ મુસાફરોનું રજીસ્ટર પણ નહિ નિભાવી ગુનો કરતા SOG ટીમે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.


 

(12:10 AM IST)