News of Sunday, 14th December 2025
સાગબારા તાલુકાના ચિમ્બાપાણી ગામમાં દીપડાના હુમલામાં એક યુવાનને ગંભીર ઇજા

( ભરત શાહ દ્વારા ) નર્મદા; નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ચિમ્બાપાણી ગામમાં દીપડાના હુમલામાં.એક યુવાનને ગંભીર ઇજા થતા પોલીસમાં જાણ કરવામા આવી છે
મળતી માહિતી પ્રમાણે યોગેશભાઇ રૂપસીંગભાઇ વસાવા (ઉ.વ.૨૫ )(રહે.ચિમ્બાપાણી, મંદિર ફળીયુ તા.સાગબારા જી.નર્મદા) નાઓ તથા મેહુલભાઇનાઓ ચીમ્બાપાણી ગામની સીમમાં આવેલ પોતાના ખેતર નજીક આવેલ ડુંગરે પેશાબ પાણી કરવા માટે ગયેલ હતા તે વખતે એક જંગલી પ્રાણી દીપડો દોડી આવી યોગેશભાઇ રૂપસીંગભાઇ વસાવા ઉપર હુમલો કરી તેમને ગળાના પાછળના ભાગે દાંત તેમજ નખથી ઇજા કરેલ છે તેમજ પીઠના ભાગે તેમજ ખભાના ભાગે ઇજા કરેલ છે તથા છાતીના ભાગે નખથી ઇજા કરેલ છે તથા ડાબા તેમજ જમણા હાથે નખથી ઇજા કરેલ છે તેમજ જમણા પગમાં ઘુંઠણથી નીચે દાંતથી ઇજા કરતા.આ.બાબતે યોગેશભાઈ એ સાગબારા પોલીસ.ને જાણ કરતા પોલીસે નોંધ.લઈ. આગળ ની તપાસ હાથ.ધરી છે.
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
