News of Sunday, 14th December 2025
નર્મદા જિલ્લામાં કેટલાક ગામના ખેડૂતો હજુ કુદરતી આફતમાં થયેલા નુકશાનના લાભથી વંચિત
વરસાદ, વાવાઝોડામાં થયેલા ખેતરોમાં પાકને નુકશાનમાં અમુકજ ખેડૂતોને વળતર મળ્યું છે તો અમુકને કોઇજ લાભ નહી મળતા નારાજગી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લા માં ખાસ કરીને નાંદોદ તાલુકામાં થયેલા ખેડૂતોના યુપાકને નુકશાનું વળતર હજુ ઘણા ખેંચતો ને મળ્યું નથી માટે આવા ગામોના ખેડૂતો નારાજ છે
મળતી માહિતી મુજબ નાંદોદ તાલુકા સહિત જિલ્લામાં ગત વર્ષે અને ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતો ના ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક ધોવાઈ જતા ખેડૂતોને મોટું નુકશાન થાય બાદ આ ખેડૂતો એ તંત્ર પાસે વળતર ની માંગ કરી પરંતુ તેમાં અમુક જ ખેડૂતોને વળતર ચૂકવ્યું છે તેવી ધરતીપુત્રોની બૂમ છે. કેટલાક ખેડૂતોનો આક્ષેપ છે કે વળતર ચૂકવવા માં રાજકારણ રમાઈ રહ્યું હોય તેમ જણાઈ છે.
આ બાબતે ખેડૂત જનક મોદીએ તંત્ર પર રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે ખેડૂતોને વળતર આપવામાં પણ રાજકારણ રમે છે અને ચૂટણી સમયે મોટી મોટી વાતો કરી લાલચ આપવામાં આવે છે, માટે ખેડૂતો હવે ચૂંટણી સમયે જાગૃત બને અને પોતાનો હક યોગ્ય રીતે મળે તેવું આયોજન કરે એ જરૂરી છે.
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
